મોરબી: ઉમાટાઉનશીપ રોડ પરથી દેશી પીસ્તોલ તથા જીવતા કાર્ટીસ સાથે એક ઈસમ ઝડપાયો
મોરબી: મોરબી ભીમસર ચોકડી, ઉમાટાઉનશીપ રોડ ઉપરથી દેશી હાથ બનાવટની પીસ્તોલ તથા એક જીવતા કાર્ટીસ સાથે એક ઈસમને મોરબી ક્રાઈમ બ્રાંચે ઝડપી પાડયો છે.
મોરબી એલસીબી પોલીસ કામગીરી માટે પ્રયત્નશીલ હોય તે દરમ્યાન પોલીસ હેડ કોન્સ્ટેબલને મળેલ ખાનગી બાતમીના આધારે મોરબી ભીમસર ચોકડી, ઉમાટાઉનશીપ રોડ ઉપરથી આરોપી જાવલો ઉંમરભાઇ મતવા રહે. સીપાઇવાસ મસ્જીદની બાજુમાં, મોરબી વાળા પાસેથી ગેરકાયદેસર દેશી હાથબનાવટની લોખંડની મેગ્ઝન વાળી પીસ્તોલ -૦૧ કિં રૂ.૧૦,૦૦૦ તથા જીવતો કાર્ટીસ- ૦૧ કિં રૂ.૧૦૦ મળી કુલ કિં રૂ.૧૦,૧૦૦ ના મુદામાલ સાથે પકડી પાડી મોરબી સિટી બી ડીવીઝન પોલીસ સ્ટેશને આગળની કાર્યવાહી અર્થે સોપેલ છે.