ગોર ખીજડીયાના તમામ ગ્રામજનોને ધરઆંગણે અને ઝડપથી સરકારી યોજનાઓનો લાભ મળે અને એમના પ્રશ્નોનું ઝડપી નિરાકરણ આવે એવાં ઉમદા હેતુથી જિલ્લા વહીવટી તંત્રના સહયોગથી ગોર ખીજડીયા ગ્રામ પંચાયત દ્વારા ‘સેવા સેતુ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે.
સરકારી યોજનાઓના લાભ અને સહાયતાની વ્યક્તિગત અરજીઓનો એક જ દિવસમાં સ્થળ પર જ નિકાલ કરવામાં આવશે તેવું ગોરખીજડીયા ગ્રામ પંચાયત નાં સરપંચ ગૌતમભાઈ મોરડીયા ની યાદી માં જણાવ્યું છે
•રેશન કાર્ડની લાગતી અરજીઓ
(નામ વધારો,નામ કમી,નામ સુધારો)
•આધાર કાર્ડની લાગતી અરજીઓ
(નામ વધારો,નામ કમી,નામ સુધારો)
•આવક,જાતિ,નોન ક્રીમીલેયર,જાતિનો દાખલાઓ
•પ્રધાનમંત્રી તમામ યોજનાઓ
•આરોગ્યની તમામ સેવાઓ
•અન્ય તમામ યોજનાઓ,સેવાઓ લાભ મળશે
તારીખ ૦૪/૦૬/૨૦૨૨,શનિવાર
સમય સવારે ૧૦ થી બપોરના ૩ વાગ્યા સુધી
સ્થળ પટેલ સમાજ વાડી,ગોર ખીજડીયા
મોરબી શહેરમાં આઈ.એમ.એ. હોલ ખાતે ટાઈપ 1 ડાયાબિટીસ ધરાવતા બાળકો અને તેમના વાલીઓ માટેનો ઇન્ડિયન મેડિકલ એસોસિયેશન મોરબી દ્વારા પ્રથમ ટાઈપ 1 ડાયાબિટીસ સેમિનાર યોજાયો હતો જે સફળ રહ્યો.
જેમાં ૫૦ થી વધુ બાળકોના રજીસ્ટ્રેશન થયા હતા અને દરેકે ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ સેમીનાર માં IMA મોરબી,...
મોરબીની કુબેર સોસાયટીમાં નવલખી રોડ પર આવેલ ત્રિલોકધામ મંદિર ખાતે આગામી તા. ૨૭ને મંગળવારના રોજ શનિ જયંતી મહોત્સવની ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવશે.
જેમાં તા. ૨૭ને મંગળવારે શ્રી શનિદેવ મહારાજની જન્મ જયંતી નિમિતે રાત્રીના ૦૭ : ૩૦ કલાકે ઢોલ નગારા સાથે મહાઆરતી કરવામાં આવશે અને બાદમાં રાત્રે ૦૮:૦૦ કલાકે કેક કટિંગ...
રાજ્યમાં ફરી એક વખત માવઠાની આગાહી કરવામાં આવી રહી છે ત્યારે રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ વરસવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. હાલ અરબસાગરમા સર્જાયેલ વેલ માર્ક લો પ્રેશર આજે ડીપ્રેશનમા પરિવર્તિત થયુ છે જેના કારણે દ. ગુજરાત, દ. સૌરાષ્ટ્રમા ભારે વરસાદની આગાહી કરવામાં...