આગામી ચોમાસા દરમિયાન આકસ્મિક ઘટના, ભારે વરસાદ, પૂર, વાવાઝોડુ તથા કુદરતી આપત્તિઓને પહોંચી વળવા મોરબી જિલ્લા વહીવટી તંત્રના ડિસ્ટ્રિક્ટ ડિઝાસ્ટર રેસ્ક્યુ વિભાગ જિલ્લાની અલગ અલગ પાલિકા દ્વારા કરવામાં આવેલ
આ બેઠકમાં પ્રિ-મોન્સુન અંગેની સિંચાઇ વિભાગ, પાણી પુરવઠા, માર્ગ અને મકાન, પીજીવીસીએલ, નગરપાલિકાઓ દ્વારા કરવામાં આવેલ કામગીરી અંગે સમીક્ષા કરી હતી. વર્ષાઋતુ દરમિયાન એનડીઆરએફ તથા એસડીઆરએફ ટીમોને ડેપ્યુટ કરવા તેમજ આશ્રયસ્થાનો અંગે ચર્ચા કરી વિવિધ સુચનો કર્યા હતા. પ્રિ-મોન્સુન કામગીરી અંતર્ગત અધિકારીઓ સાથે કરેલી બેઠકમાં વરસાદી પાણીના નિકાલની કેનાલની સફાઇ સમયમર્યાદામાં કરવા અધિકારીઓને તાકીદ કરી હતી. આ સાથે ભારે વરસાદ, પૂરની સ્થિતિને પહોંચી વળવા સુચારૂં વ્યવસ્થાની સૂચના આપી હતી. આગામી ચોમાસાની સીઝનને ધ્યાને લઇ શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદના કારણે પાણી ન ભરાઇ તે અંગે યોગ્ય આયોજન કરવા તેમજ ભૂગર્ભ ગટર અને વરસાદી પાણીના નિકાલની ખુલ્લી કેનાલની સફાઇ નિયત સમય મર્યાદામાં કરવા મંત્રી મેરજાએ તાકીદ કરી હતી.
આ સમીક્ષા બેઠકમાં કલેક્ટર જે.બી. પટેલ, જિલ્લા વિકાસ અધિકારી પરાગ જે. ભગદેવ, નાયબ જિલ્લા પોલીસવડા (આઇપીએસ) અતુલ બંસલ, નાયબ જિલ્લા વિકાસ અધિકારી ઇલાબેન ગોહિલ તેમજ ઇશીતાબેન મેર, મોરબી પ્રાંત અધિકારી ડી.એ. ઝાલા, વાકાંનેર પ્રાંત અધિકારી શેરશીયા, જિલ્લા પુરવઠા અધિકારી દેવાંગ રાઠોડ, જિલ્લા આરોગ્ય અધિકારી જે.એમ. કતીરા સહિતના સંબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા
મળતી માહિતી મુજબ મૂળ હળવદના રણજીતગઢ ગામના વતની અને હાલ હળવદ શહેરમાં આવેલ શ્રીજી સોસાયટી-૧ સાંદિપની સ્કૂલ પાછળ રહેતા સુજલભાઇ મનસુખભાઇ સોનગ્રા ઉ.વ.૧૮વાળા પોતાનુ મોટરસાયકલ તથા મોબાઇલ હળવદ માનસર નર્મદા કેનાલના સાઇફન પાસે મુકી નર્મદા કેનાલના પાણીમા પોતાની જાતે પડી ડુબી જતા યુવકનું મોત નિપજ્યું હતું જેથી આ બનાવ...
મોરબી જિલ્લામાં દારૂબંધી માત્ર નામની જોવા મળી રહી છે ત્યારે મોરબી તાલુકાના ઘૂંટુ ગામની પાછળ વસંત વિહાર સોસાયટી પાછળ આવેલ પડતર જગ્યામાથી વિદેશી દારૂથી ભરેલ ઇકો કાર ઝડપી પાડવામાં આવી છે ઇકો કારમાંથી વિદેશી દારૂની 237 બોટલ ઝડપાઈ છે તેમજ આરોપીઓ સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે શોધખોળ...
મોરબીમાં દરરોજ કંઈક ને કંઈક નોખું અનોખું કાર્ય થતું જ રહેતું હોય છે, એમાંય શાળાઓમાં પણ સમાજને નવો રાહ ચિંધવા માટેની સામાજિક પ્રવૃતિઓ થતી રહેતી હોય છે.
એ અન્વયે મોરબીની પંચાસર ચોકડી પાસે આવેલી PMSHRI માધાપરવાડી કન્યા શાળા સામાજિક ઉત્થાન માટેની અનેકવિધ પ્રવૃત્તિઓ જેવી કે તુલસી પૂજન, માતૃ-પિતૃ પૂજન ભૂતપૂર્વ...