Friday, June 20, 2025

મોરબી જિલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા સામાન્ય જ્ઞાન કસોટી યોજાઈ

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મોરબી જિલ્લા આહીર કર્મચારી મંડળના પ્રમુખ અજયભાઇ ડાંગર તથા મઁત્રી મયુરભાઈ ગજીયાના માર્ગદર્શન હેઠળ સમગ્ર આહીર સમાજના ગામોમાં સામાન્ય જ્ઞાન કસોટીનું આયોજન થયું હતું. જેમાં દરેક શાળા દીઠ પેપરમાં પ્રથમ નંબર પ્રાપ્ત કરનારને (પાણીની આકર્ષક બોટલ )દ્વિતીય ક્રમને (સરસ ફોલ્ડર ફાઈલ ) તૃતીય ક્રમ વિજેતાને ગણિત વિજ્ઞાનમાં ઉપયોગી ડોમ્સ કમ્પનીનો કમપાસ બોક્સ આપવામાં આવ્યું હતું.

જેમાં પ્રવાસના પ્રથમ દિવસે કારોબારી સદસ્ય પ્રદીપભાઈ કુવાડીયા દ્વારા (નાગડાવાસ, રામપર, કૃષ્ણ નગર, સોખડા) ગામમાં ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું. મોટી બરાર ગામે સ્થાનિક કારોબારી સદસ્ય હરદેવભાઈ, વિનયભાઈ તથા સુરેશભાઈ ડાંગર તથા મોટા દહીંસરા ગામે મન્ડળના ઉપપ્રમુખ રમેશભાઈ હુંબલ તેમજ HTAT આચાર્ય રવિભાઈ ધ્રાંગા દ્વારા પ્રોત્સાહક ઇનામ આપવામાં આવ્યું હતું. બાળકોને નાનપણથી સ્પર્ધાત્મક પરીક્ષાનો મહાવરો કેળવાય તેમજ મોટીવેશન માટે કર્મચારી મન્ડળ દ્વારા અવનવા કાર્યક્રમો યોજવામાં આવે છેં.આ સમગ્ર ઇનામ વિતરણના દાતા તરીકે પૂર્વ બાંધકામ સમિતિ જિલ્લા પંચાયતના ચેરમેન અમુભાઈ હુંબલ (કેરાળી )છેં. એમ મોરબી જિલ્લા શૈક્ષિક મહાસંઘના સિનિયર અધ્યક્ષ પ્રદિપભાઈ કુવાડિયાની યાદીમાં જણાવાયું છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર