“એક તરફ કાલે લોકશાહીનું મહાપર્વ તો બીજી તરફ ન્યાય ઝંખતા પુલ દુર્ઘટનાના પરિવારજનો”
એક જ માસના સમયગાળામાં પુલ દુર્ઘટનાને ભુલી જતા રાજનેતાઓ અને આમ જનતા
મોરબી: વિધાનસભાની ચૂંટણીનો પ્રચાર પૂર્ણ થયો છે. ગુજરાતની ગાદી પર કોણ બીરાજમાન થશે તે આવતીકાલે મતદારો નક્કી કરશે. આવતીકાલે ગુજરાતના મતદારો લોકશાહીના મહાપર્વની ઉજવણી કરશે. જયારે બીજી તરફ ઝુલતા પુલ દુર્ઘટનાની પ્રથમ માસીક પુણ્યતીથીના રોજ ભોગ બનનાર કુંટુંબીજનો માતમ મનાવશે. પુલ દુર્ઘટનાને એક માસ થયો છે. તેમ છતા મૃતકોના પરિવારજનોને ઇન્સાફ મળ્યો નથી. ગાર્ડ અને ટીકીટ ચેકર જેવા નાના કર્મચારીઓની ધરપકડ કરી પોલીસે સંતોષ માની લીધો છે. જયારે રાજનેતાઓને પુલ દુર્ઘટના યાદ હશેકે કેમ? તેની કોઈ ચર્ચા કરવા કે ન્યાય આપવાની વાત સુધ્ધાં કરવા તૈયાર નથી.
રાજકીય પરિસ્થિતિ જોતા પક્ષો ચૂંટણીમાં વ્યસ્ત છે પુલની દુર્ઘટનાના ચોથા દિવસે ચૂંટણી જાહેર થઇ જતાં પક્ષો ચૂંટણી કામગીરીમાં વ્યસ્ત થઈ ગયા. તમામ મત માંગવા દોડતા થયા હતા.જો કે કોઇએ પીડિતોની પીડા જાણવાનો પ્રયત્ન કર્યો ન હતો . મૃતક લોકોના પરિવારજનો હજુ ન્યાય માટે તડપી રહ્યા છે. પણ એક પણ પક્ષના નેતાઓ ન્યાયની લડાઈ માટે કોઈ સક્રિય જોવા મળ્યા નથી. પુલ દુર્ઘટનાને એક મહીનો થવા છતા એક પણ પક્ષના નેતાઓ મૃતકના પરિવારજનોને દિલાસા આપવા પણ નથી ગયા.
તેમજ પુલ દુર્ઘટના બની હતી તે દિવસે મોડી રાત્રે પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી.જો કે કોઈ નામજોગ ફરિયાદ નોંધવાને બદલે બેનામી ફરિયાદ નોંધાઇ હતી. પોલીસે સિક્યુરિટી ગાર્ડ ,ટિકિટ ક્લાર્ક ઓરેવાના મેનેજર અને ફેબ્રિકેશન કામ કરનાર એજન્સીના આરોપી પિતા પુત્ર સહિત 9ની ધરપકડ કરી હતી.તેમને જેલ હવાલે કર્યા, પરંતુ ત્યારબાદ પોલીસે કોઈ નોંધપાત્ર કામગીરી કરી નથી. ત્યારે સવાલ એ ઉભો થાય છે કે લોકોના કામમાં ગુનાહિત બેદરકારી દાખવનાર મગરમચ્છોને તેમજ પુલ ચાલુ થયો તે દિવસથી આખ આડા કાન કરનાર પાલિકા તંત્ર વિરુદ્ધ યોગ્ય કાર્યવાહી થશે કે કેમ? અને શું જવાબદાર લોકોને સજા મળશે કેમ? મૃતકોના પરિવારજનોને ન્યાય મળશે કે નહી કે પછી ચુંટણીના સમયે જેમ પુલ દુર્ઘટના વિસરાઈ ગઈ તેમ ચુંટણી પછી પુલ દુર્ઘટના એક યાદ બનીને રહી જશે.
મોરબીમાં દરરોજ કંઈક ને કંઈક નોખું અનોખું કાર્ય થતું જ રહેતું હોય છે, એમાંય શાળાઓમાં પણ સમાજને નવો રાહ ચિંધવા માટેની સામાજિક પ્રવૃતિઓ થતી રહેતી હોય છે, એ અન્વયે મોરબીની પંચાસર ચોકડી પાસે આવેલી PMSHRI માધાપરવાડી કન્યા શાળા સામાજિક ઉત્થાન માટેની અનેકવિધ પ્રવૃત્તિઓ જેવી કે તુલસી પૂજન, માતૃ-પિતૃ પૂજન...
(પ્રમોશનલ આર્ટીકલ) ટંકારા; હાલ લગ્નની સીઝન ચાલી રહી છે ત્યારે સૌવ કોઈ પોતાના પ્રસંગને યાદગાર બનાવવા માટે મથામણ કરતા હોય છે. પરંતુ લોકો પ્રસંગના ડેકોરેશન બાબતે ચિંતિત હોય છે કેમકે આજે મન ગમતું ડેકોરેશન કોઈ કરી આપતું નથી તો હવે તમારે તમારા કોઈપણ પ્રસંગે ડેકોરેશનની ચિંતા કરવાની જરૂર નથી...
મોરબી: મતદાર યાદીનો ખાસ સઘન સુધારણા કાર્યક્રમમાં અરજી ફ્રોમ નંબર – ૭ ની ખરાઈ કરવા અને તેમાં ખોટા ભરાયેલા ફ્રોમ બાબત કાયદેસર કાર્યવાહી કરવા બાબતે આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશના જોઈન્ટ સેક્રેટરી કાંતિલાલ બાવરવાએ નાયાબ કલેકટર અને મતદાર નોંધણી અધિકારીને રજૂઆત કરી માંગ કરી છે.
રજુઆતમાં જણાવ્યું હતું કે મતદાર...