મોરબી નગરપાલિકાનું રાજકારણ ફરી ગરમાયું!?
શહેરી વિકાસ વિભાગે એસ આઈ ટી નો 50 પન્ના નો વિસ્તૃત અહેવાલ મોકલી પાલીકા ને જવાબ રજૂ કરવા આદેશ કર્યો!!
મોરબી: મોરબીના ઝુલતા પુલ દુર્ઘટના માં પાલિકાની ભૂમિકા અંગે શહેરી વિકાસ વિભાગ દ્વારા પાલિકાને શા માટે સુપરસીડ ના કરવી તે કારણ અંગે ખુલાસો કરવા આદેશ આપ્યો હતો. દરમિયાન પાલિકાએ પોતાની પાસે કોઈ સાહિત્ય ના હોવાનો લૂલો બચાવ કરતા શહેરી વિકાસ વિભાગે સીટ દ્વારા કરાયેલી તપાસ સહિતનો 50 પાનાનો અહેવાલ પાલિકાને સામે ધરી આપતા પાલિકાની લાપરવાહી વાળી ઓકાત સામે લાવી દીધી છે.
શહેરી વિકાસ વિભાગ દ્વારા સામા સાહિત્ય રજૂ કરી પાલિકાને ફરીથી સ્પષ્ટતા કરવા આદેશ કર્યો છે ગુજરાત હાઇકોર્ટમાં ઝુલતા પુલ દુર્ઘટના અંગે સુવો મોટો રીટમાં ગુજરાત સરકાર તથા મોરબી પાલિકાને જવાબ આપવા સખત ટિપ્પણી બાદ શહેરી વિકાસ વિભાગે મોરબી પાલિકા ને કારણ દર્શક નોટિસ આપી મોરબી પાલિકાને શા માટે સુપરસીડ ના કરવી તે અંગે ખુલાસો માગ્યો હતો બેશરમ અને લાપરવાહ મોરબી નગરપાલિકાએ જાણે દૂધે ધોયેલી હોય તેમ જનરલ બોર્ડ બોલાવી દુર્ઘટના અંગે તેમની પાસે કોઈ સાહિત્ય ઉપલબ્ધ ના હોવાનો લૂલો બચાવ કરી પોતાનો પક્ષ રજૂ કર્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે ઝુલતા પુલ દુર્ઘટનામાં નિર્દોષ 135 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હોવા છતાં પાલિકા પોતાની રાજ રમત દ્વારા પોતે નિર્દોષ હોવાનો પેંતરો અપનાવી રહી છે જોકે શહેરી વિકાસ વિભાગને પાલિકાનો આ જવાબ ગળે નહીં ઉતરતા સીટ દ્વારા કરાયેલી તપાસ સહિતનો 50 પાનાનો સાહિત્ય સામે મોકલી પાલિકાની આબરૂ ના કાંકરા ફેરવી નાખ્યા છે તેમજ ઉચિત અને યોગ્ય જવાબ ફરીથી રજૂ કરવા આદેશ આપ્યો છે મોરબી નગરપાલિકા હવે સાધારણ સભા બોલાવી પોતાને નિર્દોષ બતાવવા કંઈ યુક્તિ અજમાવે છે તે જોવું રહ્યું.