મોરબી: પરણીતાને સાસરીયાએ શારીરિક – માનસિક દુઃખ ત્રાસ આપતા પોલીસ ફરીયાદ નોંધાઈ
મોરબી: મોરબીની દિકરીને નવસારીમાં સાસરીયા પક્ષ દ્વારા ઘરકામ બાબતે તથા કરીયાવર બાબતે મેણા ટોણા બોલી શારિરીક તથા માનસિક દુઃખ ત્રાસ આપતા હોવાની ભોગ બનનાર પરણીતાએ સાસરીયા પક્ષ વિરુદ્ધ મોરબી મહિલા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ મોરબીના રવાપર ઘુનડા રોડ ૫૦૨ રામેશ્વર એપાર્ટમેન્ટ વૈભવ લક્ષ્મી સોસાયટીમાં રહેતા વંદનાબેન રજનીકુમાર ભીમાણી (ઉ.વ.૩૪)એ આરોપી રજનીકુમાર ગીરીશભાઈ ભીમાણી (પતી), ગીરીશભાઈ પીતાબંરભાઈ ભીમાણી (સસરા), તથા સરોજબેન ગીરીશભાઈ ભીમાણી (સાસૂ) રહે. બધાં નવસારી વીવાન્ટા સાસ્વત બી વીંગ || પેન્ટ હાઉસ શાંતાદેવી રોડ નવસારી વાળા વિરુદ્ધ મોરબી મહિલા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૦૫-૧૨-૨૦૧૦ થી ૦૬-૦૨ -૨૦૨૨ દરમ્યાન કોઈપણ વખતે આરોપીઓએ ભોગ બનનાર ફરીયાદીને ધરકામ બાબતે તેમજ કરીયાવર બાબતે અવાર નવાર મેણા ટોણા મારી તેમજ મારકુટ કરી શારીરિક અને માનશીક દુ:ખ ત્રાસ આપતા હોવાની ભોગ બનનાર પરણિતાએ આરોપી સાસરીયા પક્ષ વિરુદ્ધ મોરબી મહિલા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ આઇપીસી કલમ -૪૯૮(ક), ૩૨૩,૫૦૪,૧૧૪ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.