મોરબી- પીપળી રોડ, હળવદ ફોરલેન રોડના કામનું ઓનલાઈન ટેન્ડર બહાર પાડ્યું
વિધાનસભાની ચૂંટણી પહેલાં ખાતમુહૂર્ત કરવામાં આવશે
રૂ.115 કરોડ નાં ખર્ચે મોરબી -પીપળી રોડ
રૂ.170 કરોડના ખર્ચે મોરબી- હળવદ રોડ બનશે
મોરબી પીપળી જેતપર રોડ પર મહેન્દ્ર નગર થીં જેતપર અણીયારી સુધી મોટી સંખ્યામાં સિરામિક ઉદ્યોગ આવેલા હોય આ રોડ પર સતત વાહન વ્યવહાર થીં ધમધમતાં આ રોડની પહોળાઈ ખુબ ઓછી હોવાથી ટ્રાફિક જામની સમસ્યા દિવસે દિવસે ગંભીર બની રહી છે આ ઉપરાંત વાહન અકસ્માત માં પણ ચિંતા જનક વધારો આવતા આસપાસના ગ્રામજનો અને ઉધોગકારો દ્વારા ફોરલેન રોડ કરવા લાંબા સમયથી માંગણી કરી રહ્યા હતા. હવે આ માંગણી પર સરકારે ધ્યાન દીધું હોય તેમ મોરબી પીપળી રોડ ફોરલેન કામ માટે રૂ 115 કરોડ મંજુર કર્યા હતા અને આ કામ માટે સૈધાંતિક મંજુરી આપી છે આ ઉપરાંત મોરબીઅને હળવદ તાલુકાને જોડતો રોડ હળવદથી અમદાવાદ જામનગર નેશનલ હાઈવેને જોડે છે અને મોરબીથી અમદાવાદ ગાંધીનગર વાહનોની પણ મોટા પાયે અવર જવર રહે છે જેથી આ રોડ પણ ફોર લેન કરવા રજૂઆત થતી હતી રાજ્ય સરકાર આ રોડને પણ મંજુરી આપી તેના માટે રૂ 170 કરોડ જેટલી માતબર રકમ ફાળવી હતી . બન્ને કામને રાજ્ય સરકાર તરફથી સૈદ્ધાંતિક મંજુરી મળી ગયા બાદ હવે માર્ગ અને મકાન વિભાગ દ્વારા ઓનલાઈન ટેન્ડર પ્રકિયા હાથ ધરવાની કામગીરી હાથ ધરી છે માર્ગ મકાન વિભાગ દ્વારા બન્ને રોડના કામ માટે એજન્સી પાસેથી ભાવ મગાવ્યા છે અને આગામી 27 જુનના રોજ ટેન્ડર ભરવાની અંતિમ તારીખ જાહેર કરાઈ છે ટેન્ડર ભરાયા બાદ કામગીરી શરુ કરશે અને વિધાનસભા ચુંટણી જાહેરાત થાય તે પહેલા બન્ને રોડના કામનું ખાત મૃહુત હાથ ધરાશે
(બોક્સ)રૂ 115 કરોડના ખર્ચે બનશે જેતપર મોરબી પીપળી રોડ
રૂ 115 કરોડ ના ખર્મોચે રબી જેતપર રોડની લંબાઈ 24.3 કિમી લંબાઈ અને 20 મીટર પહોળાઈ હશે આ ઉપરાંત મહેન્દ્રનગર પાસે કાલીન્દ્રી નદી પાસે માઈનોર બ્રીજ,બેલા અને રંગપર સહીત 4 બ્રીજ બનશે આ ઉપરાંત મોરબી હળવદ રોડ 170 કરોડના ખર્ચે બનશે જેમાં જેમાં સુંદરગઢ,પાસે બ્રાહ્મણી નદી પર તેમજ આંદરણા પાસે હાલનો બ્રીજ તોડી નવો બ્રીજ બનાવશે આ ઉપરાંત ૩ અન્ડર પાસ અને 7 માઈનોર બ્રીજ પણ બનશે
