મોરબી માળિયા બેઠક પર કાંતિભાઈ અમૃતિયા વટ થી પટમાં આવતાં બ્રિજેશ મેરજા થયા ઘરભેગા !!
મોરબી: આવનારી ગુજરાત વિધાનસભાની ચૂંટણી અનુસંધાને ભાજપની પ્રથમ ઉમેદવાર યાદીમાં મોરબી સીટ પર સીટીંગ ધારાસભ્ય અને મંત્રી બ્રિજેશ મેરજાને ઘરે બેસાડી દેવામાં આવ્યા છે અને અગાઉ પાંચ વખત ભારતીય જનતા પાર્ટીમાંથી ચૂંટણી જીતી ભાજપનો ભગવો ફરકાવનાર કાંતિભાઈ અમૃતિયાની ફરી એકવાર પંસદગી કરવાંમાં આવી છે.
ગુજરાતમાં આમ આદમી પાર્ટીની એન્ટ્રી અને સરકાર સામે એન્ટી ઇન્કમ્બન્સી અને મોરબીની ઝુલતા દુર્ઘટના બાદ ભાજપ માટે કોઈ પણ ભોગે સત્તા જાળવી રાખવા માટેની કવાયતના અનુસંધાને કોઈપણ પ્રકારે રિસ્ક નહીં લેવાનું ઉમેદવારની યાદી બહાર પડ્યા બાદ લાગી રહ્યું છે.
ચાલુ સરકારમાં મંત્રી પદ પર રહેલા બ્રિજેશ મેરજાની ટિકિટ કપાતા પક્ષ પલટુ ભાજપમાં જોડાયેલા ધારાસભ્યો માટે પણ એક સબક મળી ગયો હોય તેવો ઘાટ સર્જાયો છે ભાજપ દ્વારા આજે જાહેર કરાયેલી પ્રથમ ઉમેદવાર યાદીમાં મોરબીની સીટ માટે કાંતિ અમૃતિયાનું નામ જાહેર થતાં તેમના કાર્યકરોમાં અનેરો ઉત્સાહ જોવાઈ રહ્યો છે જ્યારે સામા પક્ષે બ્રિજેશ મેરજાનું પત્તું કપાતા તેમના માટે ભવિષ્યનું રાજકીય આયોજન ફરીથી ગોઠવું પડે તેવી સ્થિતિ હાલ સર્જાય છે.
ગત 2017ની ધારાસભા ચૂંટણી વખતે કોંગ્રેસમાંથી ઉમેદવારી કરી બ્રિજેશ મેરજા તે વખતે ભાજપના ઉમેદવાર કાંતિ અમૃતિયાને નજીવા મતે પરાજય આપ્યો હતો જો કે તે વખતે પાટીદાર અનામત આંદોલન ચરમ સીમા પર હતું અને મોરબીની સીટ પર નિર્ણાયક મતો પાટીદાર સમાજના હોય તે મતો બે ભાગમાં વહેંચાઇ જતા અને પાસના કાર્યકરોએ બ્રિજેશભાઈ ને જીતાડવા માટે તનતોડ મહેનત કરેલ જેનો સીધો જ લાભ બ્રિજેશભાઈ મેરજાને મળતા મોરબી માળિયા વિધાનસભા સીટ પર જીત મેળવી હતા.
જોકે રાજકારણમાં નીતિ નિયમો કે ગરિમા ના હોય તેમ બ્રિજેશ મેરજાએ પોતાનો અંગત લાભ જોઈ મતદારોનો દ્રોહ કોંગ્રેસમાંથી પલટી મારી ભાજપમાં જોડાઈ ગયા હતા દરમિયાન તે વખતે થયેલી પેટા ચૂંટણીમાં પણ ભાજપ આગેવાનોએ એટી જોડીનું જોર લગાવી તેમને જીતાવી દીધા હતા પરંતુ તેમની એક્ટિવ ટર્મમાં સ્થાનિક પ્રશ્નોમાં બ્રિજેશ મેરજા કદી એક્ટિવ જણાયા ન હોય સ્થાનિક લોકોની ફરિયાદરે બહાર આવતી હતી જોકે અંતે ઝુલતાપુલ હોનારત બાદ જન આક્રોશ ચરમ સીમાએ પહોંચ્યો હતો અને આવા કેટલાક મુદ્દાઓને લઈને ભાજપે આ વખતે રીક્સ લેવાનું ટાળી મંત્રી બ્રિજેશ મેરજાને સીધા જ ઘર ભેગા કરી કાંતિ અમૃતિયા પર પસંદગીનો કળશ ઢોળ્યો છે.
જ્યારે ગત વખતની હાર છતાં કાંતી અમૃતીયાએ સતત પ્રજા વચ્ચે રહી પોતાની એક્ટિંવનેશ પ્રસ્થાપિત તો કરીજ હતી પરંતુ સાથે સાથે હજુ તેમનું રાજકારણ પૂરું થયું નથી તેની સાબિતી પણ આપતા રહ્યા હતા કોરોના કાળ વખતે સતત જનતા વચ્ચે રહી કાર્ય કર્યા બાદ અને કોરોનામાં મુત્યુ પામેલા દિવંગતો માટેનાં અનેક આયોજનો કર્યે રાખ્યા હતા.
ઝુલતા પુલ દુર્ઘટનાને વખતે સતત ખડેપગે રહી સરાહનીય કામગીરી કરી ખરા અર્થમાં લોકનેતા તરીકે લોકોનાં દિલ સ્થાન મેળવી પ્રજાનાં પ્રશ્ને પોતે હરહંમેશ એક્ટિવ હોવાનો મેસેજ પણ આપી દિધો છે.