મોરબી: વાવડી ગામે તળાવ માંથી યુવાનનો મૃતદેહ મળી આવ્યો
મોરબી નજીક આવેલ વાવડી ગામે આવેલ તળાવ માં યુવાનનો મૃતદેહ મળી આવ્યો
પ્રાથમિક માહિતી મુજબ રમેશભાઈ બચુભાઇ ગજીયા અંદાજીત(ઉ.વ.27) નામના યુવાન ગઈકાલ થી ગુમ થયેલ હોય જેની શોધખોળ શરૂ કરી હતી જે દરમિયાન વાવડી નજીક આવેલ તળાવ નજીક યુવાનનું બાઇક મળેલ હતું જે શંકા ના આધારે તળાવ માં ફાઇર ફાઇટર ના જવાનો એ ગઈકાલ થી શોધખોળ હાથ ધરી જેમાં આજ રોજ યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો હાલતો મૃતદેહ બહાર કાઢી પરિવારને જાણ કરવાની તજવીજ હાથ ધરાઈ છે તેમજ મૃત્યુ નું કારણ હજુ અકબંધ છે