મોરબી: યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા ગઈકાલે મહર્ષિ વાલ્મિકીની જન્મ જયંતિની પ્રેરણાદાયી ઉજવણી કરવામાં આવી હતી. જેમાં યંગ ઇન્ડિયા ગ્રુપે વાલ્મીકી સમાજની બાળાઓનું પૂજન કર્યું હતું. તેમજ વાલ્મીકી સમાજની બાળાઓને શુદ્ધ આરોગ્યપ્રદ આહારનું ભોજન કરાવી સોનાની મોંઘી વસ્તુઓ ભેટ આપી હતી.
મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા વાલ્મીકી જયંતિ નિમિતે વાલ્મિકી સમાજના વસાહતમાં જઈ વાલ્મીકી સમાજની બાળાઓની આદર-સ્તકાર અને ભારતીય સંસ્કૃતિ પ્રમાણે પૂજા કરી હતી. અને બાળાઓને સોનાની કિંમતી ભેટ આપવામાં આવી હતી વાલ્મીકી જયંતિ નિમિત્તે સમાનતા, એકતા અને બધુંતાની ભાવના કાયમ માટે જળવાઇ રહે તે માટે વાલ્મીકી સમાજના લોકો સાથે આ ઉજવણી કરવામાં આવી હતી. તેમજ મહર્ષિ વાલ્મીકીને રામાયણના રચિયતા તરીકે ઓળખવામાં આવે છે. મહર્ષિ વાલ્મીકીના જીવનમાંથી બાળકો બંધુતા, એકતા અને સમાનતાની શીખ ગ્રહણ કરી દેશ અને સમાજનો વિકાસ કરે તેવો આ કાર્યક્રમ થકી મેસેજ આપવામાં આવ્યો હતો.
માળીયા મીંયાણા વિસ્તારના ગુલાબડી જવાના રોડ પરથી એક ઇસમને દેશી બનાવટની જામગરી બંદુક સાથે માળીયા મીંયાણા પોલીસે ઝડપી પાડયો છે.
માળીયા પોલીસ સ્ટાફ પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન માળીયા મીંયાણા વિસ્તારના ગુલાબડી જવાના રોડ પરથી સદામભાઇ કાસમભાઈ ભટ્ટી (ઉ.વ.૩૨) રહે.જુના હંજીયાસર તા.માળીયા(મિ) જી.મોરબી શંકાસ્પદ રીતે આટાફેરા કરતો હોઇ જેથી આરોપીની ઝડતી...