કીવઃ રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ ભીષણ બની રહ્યું છે. ન્યૂઝ એજન્સી રોયટર્સના અહેવાલ અનુસાર રશિયાએ યુક્રેનની રાજધાની કિવ પર મોટો હુમલો કર્યો છે. યુક્રેનમાં રહેણાંક ઇમારત પર રશિયાની સેનાએ મિસાઇલ હુમલો કર્યો છે. વિસ્ફોટના કારણે ઘણી રહેણાંક ઇમારતોને મોટું નુકસાન થયું હતું. શનિવારે કીવ શહેરના દક્ષિણ અને પશ્વિમ વિસ્તારમાં રશિયાએ મિસાઇલથી હુમલો કર્યો હતો. જેમાંથી એક મિસાઇલ એક  Zhulyany એરપોર્ટ પાસે પડી હતી જ્યારે બીજી મિસાઇલ રહેણાક વિસ્તારમાં આવેલી એક ઇમારત સાથે ટકરાઇ હતી.

જોકે યુક્રેને દાવો કર્યો હતો કે રશિયન સૈન્યએ કીવમાં ઝડપથી આગળ વધવા માટે રહેણાક ઇમારતો પર મિસાઇલથી હુમલા કરી રહી છે. યુક્રેનના રાષ્ટ્રપતિની પ્રેસ સર્વિસ તરફ જે વીડિયો જાહેર કરવામાં આવ્યો છે જેમાં સ્પષ્ટ જોઇ શકાય છે કે રશિયાની એક મિસાઇલ કીવના એક એપાર્ટમેન્ટ પર પડી હતી. જેના કારણે ઇમારતને ભારે નુકસાન થયું છે. જોકે આ હુમલામાં કેટલા લોકોના મોત થયા છે તેને લઇને કોઇ જાણકારી આવી નથી.

Chakravatnews Chakravatnews