શુક્રવારે યોજાયેલી રાજ્યસભાની 57 બેઠકોની ચૂંટણી બાદ સંસદના ઉપલા ગૃહમાં મહિલા સભ્યોની સંખ્યા હવે વધીને 32 થઈ જશે.
અગાઉ 2014માં રાજ્યસભામાં સૌથી વધુ મહિલા સભ્યોની સંખ્યા 31 હતી. શુક્રવારે યોજાયેલી રાજ્યસભાની 57 બેઠકોની ચૂંટણી બાદ સંસદના ઉપલા ગૃહમાં મહિલા સભ્યોની સંખ્યા હવે વધીને 32 થઈ જશે. તેમના શપથ લેવાની સાથે જ રાજ્યસભામાં મહિલાઓના પ્રતિનિધિત્વનો નવો રેકોર્ડ પણ બનશે. ઉપલા ગૃહના 57 નિવૃત્ત સભ્યોમાં નાણામંત્રી નિર્મલા સીતારમણ અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા અંબિકા સોની સહિત પાંચ મહિલા સભ્યોનો સમાવેશ થાય છે.
ઉત્તર પ્રદેશ, તમિલનાડુ, બિહાર, આંધ્ર પ્રદેશ, મધ્યપ્રદેશ, ઓડિશા, છત્તીસગઢ, પંજાબ, તેલંગાણા, ઝારખંડ અને ઉત્તરાખંડના તમામ 41 ઉમેદવારો ગયા શુક્રવારે બિનહરીફ ચૂંટાયા હતા. આ ઉમેદવારોમાં સીતારમણ સિવાય ઉપરોક્ત નવ મહિલા ઉમેદવારોનો સમાવેશ થાય છે. ચાર રાજ્યોની બાકીની 16 બેઠકો માટે શુક્રવારે મતદાન થયું હતું, મહારાષ્ટ્રમાં છ-છ, કર્ણાટક અને રાજસ્થાનમાં ચાર-ચાર અને હરિયાણામાં બે બેઠકો પર ચૂંટણી યોજાઇ હતી.
મોરબીના લિલાપર ઘુનડા રોડ પર ઉપર આવેલ શિવમ પાર્ટી પ્લોટ થી લીલાપર ગામની સીમ વચ્ચે ગાયત્રી સ્ટોન ભઈડીયાથી આગળ વાડીના રોડ પર બાઈક પર ત્રણ શખ્સો આવી કોઈ કારણસર યુવકને મારી નાખવાના ઈરાદાથી છરી વડે ઇજા કરી મુંઢમાર માર્યો હોવાની ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબીના લિલાપર ગામ નવા...
મોરબી: સંત શિરોમણીશ્રી પૂ.જલારામ બાપા ની ૧૪૫મી પૂણ્યતિથી નિમિતે મોરબી જલારામ ધામ ખાતે સ્વ.દેવરામભાઈ કાથરાણી (હ.સ્વ.મનસુખભાઈ દેવરામભાઈ, જગદીશભાઈ દેવરામભાઈ, નિતીનભાઈ દેવરામભાઈ) પરિવાર ના સહયોગથી ધૂન-ભજન, મહાઆરતી, મહાપ્રસાદ સહીતનાં કાર્યક્રમો યોજાયા હતા.
જેમાં બહોળી સંખ્યામાં ભક્તજનોએ ઉપસ્થિત રહી પૂ.બાપાની મહાઆરતીનો લાભ લીધો હતો તેમજ મહાપ્રસાદ ગ્રહણ કરી ધન્યતા અનુભવી હતી.
મોરબી મહાનગરપાલિકાના ફૂડસેફટી ઇન્સ્પેકટર દ્વારા શહેરમાં હોટેલ, રેસ્ટોરન્ટ, મીઠાઇ, ફરસાણના વિક્રેતાને અને ડેરી સંચલકોને ત્યાં ચેકિંગ કામગીરી હાથ ધરી હતી.
જેમાં ફૂડ શાખા એ લાયસન્સ અને સ્વછતા અંગેની સૂચના વેપારીઓને પાઠવી હતી. સ્વછતાનું ધોરણ ન જળવાય તેવા 15 મીઠાઇ ફરસાણ, ડેરી, હોટલ, રેસ્ટોરન્ટના સંચાલકોને નોટિસ પાઠવી હતી, તથા મોરબીની જુદી...