પ્રતિ વર્ષ બજરંગ દળ દ્વારા આયોજિત જમ્મુ કાશ્મીર માં બુઢા અમરનાથ ની યાત્રા નું આયોજન કરવામાં આવે છે. છેલ્લા ૨ વર્ષ થી કોરોના ના લીધે યાત્રા બંધ હતી ફરી આ વર્ષ ૨૦૨૨ જુલાઇ માસ માં બજરંગદળના આહવાનથી સમગ્ર ભારત વર્ષ ની યાત્રા બુઢા અમરનાથ યાત્રા નો પ્રારંભ થવા જઈ રહ્યો છે. ૨૮ જુલાઈ જમ્મુ યાત્રી નિવાસ ભગવતીપરા માં યાત્રા ઉદ્ઘાટન માં સૌરાષ્ટ્રપ્રાંત , કર્ણાટક , જોધપુર, રાજસ્થાન ના યાત્રાળુ ઓની ઉપસ્સ્થતિ માં યાત્રા ઉદ્ઘાટન કાર્યક્રમ યોજશે. ૨૯ તારીખ જમ્મુ થી પ્રથમ ટુકડી બુઢા અમરનાથ યાત્રા પ્રસ્થાન કરશે.
આ વર્ષ યાત્રા યોજાશે ના સમાચાર મળતાજ સમગ્ર ભારત માં અને સૌરાષ્ટ્ર ના તમામ જિલ્લા ઓ માં યાત્રાળુઓ માં હર્ષ છવાયો છે યાત્રા માં જવા માટે રજીસ્ટરેશન શરૂ થઈ ગયું છે મોરબી જિલ્લા માટે રજીસ્ટ્રેશન કરવા માટે વિશ્વ હિન્દૂ પરિષદ જિલ્લા મંત્રી કમલભાઈ દવે મો.9595688888, બજરંગદળ જિલ્લા સંયોજક કૃષ્પભાઈ રાઠોડ મો.9687618006, નો સંપર્ક કરવાનો રહશે. આ બુઢાઅમરનાથ યાત્રા સંપર્ક ઇન્ચાર્જ નાનજીભાઈ સાખ અને સહ યાત્રા ઇન્ચાર્જ પરેશભાઈ રાવલ સમગ્ર સૌરાષ્ટ્ર ના યાત્રાળુ ને લઈ ને તા ૨૬ જુલાઈ પ્રથમ ટુકડી અને ૨૭ જુલાઈ બીજી ટુકડી રાજકોટ થી જમ્મુ કાશ્મીર જવા રવાના થશે.
