રોટરી ક્લબ હળવદ અને રોટરી ક્લબ રાધનપુરના સંયુક્ત ઉપક્રમે ભગવાન મહાવીર વિકલાંગ સહાયતા સમિતિ, અમદાવાદના સૌજન્યથી કાનની બહેરાશવાળા લોકો માટે શિશુમંદિર રાધનપુર ખાતે નિ:શુલ્ક શ્રવણ યંત્ર વિતરણ કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં રાધનપુર તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારના ૧૫૦ થી વધુ ભાઇઓ, બહેનોને શ્રવણ યંત્ર સહાય વિનામૂલ્યે કરવામાં આવી હતી.તો કેમ્પમાં આવનાર દરેકને ચકલીઘર ભેટ આપવામાં આવ્યા હતા.
બાળકોનાં ઉજ્જવલ ભવિષ્યને ધ્યાનમાં લઈ નીલકંઠ કોમર્સ સ્કૂલ દ્વારા ધોરણ 11 અને 12 કોમર્સના વિધાર્થીઓ માટે “ધોરણ 12 પછી શું?” એ વિષય પર કારકિર્દી માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજકોટના Dr ધવલ વ્યાસ સર મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહ્યા. જેમણે ધોરણ 12 પછીના વિવિધ કારકિર્દી વિકલ્પો અંગે...