વિશ્વઉમિયાધામની શ્રીમદ્દ ભાગવત કથાનું 60,000 ભક્તોએ રસપાન કર્યું, 500 સ્વયંસેવકો સ્ટેન્ડ ટુ રહ્યા
PM નરેન્દ્રભાઈ મોદીના ભારતને વિશ્વગુરુ બનાવવાના સંકલ્પ વિશ્વઉમિયાધામ સહભાગી બન્યું.
વિશ્વના સૌથી ઊંચા જગત જનની મા ઉમિયાના મંદિર વિશ્વઉમિયાધામના નિર્માણના સહયોગ અર્થે આયોજિત શ્રીમદ્ ભાગવત જ્ઞાનયજ્ઞનું આજે સમાપન થયું. અમદાવાદના સાયન્સ સિટી સ્થિત નિરમા પ્લોટમાં આયોજિત શ્રીમદ્દ ભાગવત જ્ઞાનયજ્ઞમાં 7 દિવસમાં ગિરિરાજ ઉત્સવથી લઈ શ્રી કૃષ્ણ-રૂકમણિ વિવાહ સુધીના તમામ ઉત્સવોની રંગેચંગે ઉજવણી થઈ અને પૂજ્ય કથાકાર જિજ્ઞેશદાદાના સ્વમુખેથી કથાનું રસપાન થયું. શ્રીમદ્દ ભાગવત જ્ઞાનયજ્ઞમાં 7 દિવસમાં 60 હજાર વધુ ભાવિ-ભક્તોએ કથાનું રસપાન કર્યું તો 30 હજારથી વધુ ભાવિ-ભક્તો મા ઉમિયાનો રોજે રોજ ભોજન પ્રસાદ લીધો. આજે સવારે આનંદોત્સવની ઉજવણી સાથે 500થી વધુ સ્વંયસેવકોનું સન્માન પણ કરાયું હતું. ઉલ્લેખનીય છે કે શ્રીમદ્દ ભાગવત જ્ઞાનયજ્ઞની સાથો સાથ વિશ્વઉમિયાધામના હું પણ પાયાનો પિલ્લર અભિયાનમાં વિશ્વભરના સર્વ સમાજના અત્યાર સુધીમાં 1160 મહાનુભાવો જોડાયા છે. ન માત્ર પાટીદાર પરંતુ સનાતન ધર્મના 10થી વધુ સમાજ અને 50થી વધુ અમેરિકા અને કેનેડાના નાગરિકો પણ વિશ્વઉમિયાધામના પાયાના પિલ્લર બન્યા છે.
