વિશ્વ સંવાદ કેન્દ્રએ ખુબ જાણિતું રાષ્ટ્રીય મિડીયા નેટવર્ક છે, જે માઘ્યમો માટે ઉપયોગી એવા રાષ્ટ્રહિતનાં સમાચારો, લેખો, શ્રાવ્ય, દ્રશ્ય વગેરે સ્વરૂપમાં માહિતીનું પ્રત્યાયન કરે છે. ત્યારે સૃષ્ટિના આધ્ય પત્રકાર “દેવર્ષિ નારદ “દેવર્ષિ નારદ જયંતિ”ના પાવન અવસરે મોરબી જિલ્લાના વિશ્વ સંવાદ કેન્દ્રની પરંપરા પ્રમાણે લોકમતનાં ઘડતરનું રાષ્ટ્રીય કર્તવ્ય અદા કરતા મોરબીના પત્રકારોના સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મોરબીના વર્તમાનપત્રોના તંત્રીઓ, પત્રકારો અને ચેનલોના પ્રતિનિધીઓ ઉપસ્થિત રહેશે.
તા ૧૮ ને બુધવારે રાત્રે ૯ કલાકે શનાળા રોડ પર આવેલ શ્રી સરસ્વતી શિશુમંદિર શાળા ખતે વિશ્વ સંવાદ કેન્દ્ર મોરબી જીલ્લાનું આયોજન કરાયું છે જેમાં વક્તા તરીકે પૂર્વ જીલ્લા કાર્યવાહ મોરબી જીલ્લા વિજયભાઈ રાવલ ઉપસ્થિત રહેશે તેમ વિશ્વ સંવાદ કેન્દ્રના રાજેશભાઈ બદ્રકિયાની યાદીમાં જણાવ્યું છે
મોરબી શહેર પેટા -૦૨ વિભાગ હેઠળ વિસ્તારમાં તારીખ ૨૦/૦૫/૨૦૨૫ થી ૨૨/૦૫/ ૨૦૨૫ સુધી મેઇન્ટનન્સની કામગીરી કરવાની હોવાથી સમય સવારે ૦૬:૩૦ થી ૦૨:૩૦ કલાક સુધી વીજ પુરવઠો બંધ રાખવામાં આવશે.
જેમાં તારીખ ૨૦મેં ને મંગળવારના રોજ (૧)વૈભવ ફીડર : લખધીરપૂર રોડ, સિરામિક પ્લાઝા ૧/૨/૩, બાપા કે પ્લઝાઝ, વિશાલ ફર્નિચર, ધર્મગોલ્ડ કોમ્પલેક્ષ,...
હળવદ તાલુકામાં શ્રમીકોની માહિતી પોલીસને ન આપનાર એગરી ઇન્ડસ્ટ્રીઝના માલિક સામે જાહેરનામા ભંગ હેઠળ ગુન્હો નોંધી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ હળવદ હળવદ યુનીવર્સલ ટાઉનશીપમા આવેલ બાલાજી એગ્રો ઇન્ડસ્ટ્રીઝમા પોતાની નીચે કામ કરતા મજુર ના આઇ.ડી.પ્રુફ મેળવેલ ન હોઇ તેમજ MORBI ASSURED એપ્સ.માં રજીસ્ટ્રેશન કરેલ ન...
મોરબી શહેરમાં સામાકાંઠે આવેલ ઇન્દીરાનગર ખોડીયાર ચોકમાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા પાંચ ઈસમોને મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડયા છે.
મળતી માહિતી મુજબ મોરબી સિટી બી ડિવિઝન પોલીસ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન મોરબીના સામાકાંઠે આવેલ ઇન્દીરાનગર ખોડીયાર ચોકમાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા પાંચ ઈસમો કાનજીભાઇ રામજીભાઇ સુરેલા (ઉ.વ.૫૫) રહે....