Monday, May 25, 2026

શિક્ષકો દ્વારા કચ્છથી વલસાડ સુધી 1600 કિમિ સાયકલ યાત્રા

ભાવનગર જિલ્લામાં શિક્ષક અને HTAT મુખ્ય શિક્ષક તરીકે ફરજ બજાવતા મિલન રાવલ અને શૈલેન્દ્રસિંહ ગોહિલ 1600 કિમિ દરિયા કિનારાની સાયકલ યાત્રાએ નીકળ્યા

ગુજરાતના 1600કિમી દરિયાકાંઠાની સાયકલ યાત્રાનું આયોજન કરવામાં આવેલ છે જે તારીખ 14 મે 2022 ના રોજ કોટેશ્વર (કચ્છ) થી રાત્રે 8:30વાગ્યે શરૂ થયેલ છે. આ સાયકલ યાત્રા 30 મે 2022 સુધી ચાલશે જેમાં ગુજરાતના દરિયાકાંઠાના 14 જિલ્લા અને 40 જેટલા તાલુકાઓ માંથી આ સાયકલ યાત્રા પસાર થશે. આ સાયકલ યાત્રા મુખ્ય ત્રણ ઉદ્દેશ છે. (1)સારા સ્વાસ્થ્ય માટે સાયકલિંગને પ્રમોટ કરવું (2) દરિયા કિનારાના પર્યટન સ્થળો પર ડિસ્પોઝેબલ પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડવા જન જાગૃતિ કાર્યક્રમ કરવા.
(3) દરિયા કિનારાના આર્થિક પછાત બાળકોને પોષણયુક્ત આહાર પૂરો પાડવા માટે ભંડોળ,સેવા,નીધી,સામગ્રી એકત્રિત કરવા.

આ સાયકલ યાત્રાનો રૂટ આ પ્રમાણે છે.
દિવસ -1
(તા.14/05/2022)
કોટેશ્વર – બારંડા – વાયોર – રામપર – નલિયા – વંડી નાની
દિવસ -2
(તા.15/05/2022)
વંડી નાની -બાયાત -માંડવી -મુન્દ્રા
દિવસ -3
(તા.16/05/2022)
મુન્દ્રા – ગાંધીધામ – ભચાઉ
દિવસ -4
(તા.17/05/2022)
ભચાઉ – માળિયા –પીપળીયા – ડાયમંડનગર આમરણ
દિવસ -5
(તા.18/05/2022)
આમરણ-તારાણા-કેશીયા-જોડિયા-બાલાચડી-જામનગર-મોટી ખાવડી
દિવસ -6
(તા. 19/05/2022)
મોટી ખાવડી – ખંભાળિયા – લીંબડી – દ્વારકા
દિવસ -7
(તા. 20/05/2022)
દ્વારકા – મઢી – નવાદ્રા- લાંબા -ગઢવી – પોરબંદર
દિવસ -8
(તા. 21/05/2022)
પોરબંદર – મોચા – ગોરસર – માધુપુર -માંગરોળ -ચોરવાડ
દિવસ -9
(તા. 22/05/2022)
ચોરવાડ- સોમનાથ- પ્રાચી- ગીર ગઢડા – ઉના
દિવસ -10
(તા. 23/05/2022)
ઉના- ટીંબી- પીપાવાવ- મહુવા
દિવસ -11
(તા. 24/05/2022)
મહુવા-તળાજા-ભાવનગર
દિવસ -12
(તા. 25/05/2022)
ભાવનગર- ધોલેરા- પીપળી- વટામણ
દિવસ -13
(તા. 26/05/2022)
વટામણ – તારાપુર -બોરસદ -વાસદ -વડોદરા
દિવસ -14
(તા. 27/05/2022)
વડોદરા – આલમગીર – પોર- પુનીયાદ- લુવારા -ભરૂચ
દિવસ -15
(તા. 28/05/2022)
ભરૂચ-અંકલેશ્વર – પીપોદરા – કામરેજ -સુરત
દિવસ -16
(તા. 29/05/2022)
સુરત – પલસાણા -નવસારી -અડાદરા -ચીખલી -વલસાડ
દિવસ -17
(તા. 30/05/2022)
વલસાડ- મારવાડ -દમન -મરોલી -નારગોલ -ઉમરગામ -ગોવડા
આ યાત્રામાં એકત્ર થયેલ ભંડોળ કુપોષિત બાળકોના લાભાર્થે વાપરવામાં આવશે.
આ યાત્રામાં જોડાવા માટે અથવા આર્થિક કે અન્ય કોઈ સહયોગ આપવા માટે નીચે આપેલ નંબરમાં કોન્ટેક્ટ કરવો 9016982199(મિલન રાવલ), 9016166584 (શૈલેન્દ્રસિંહ ગોહિલ)
આ યાત્રામાં કોઈ પણ જોડાઈ શકે છે અને એક એડવેન્ચર પ્રવૃત્તિની સાથે સાથે એક સામાજિક પ્રવૃત્તિના ભાગીદાર બની શકે છે,અથવા અનુકૂળતાએ સમગ્ર યાત્રામાં અથવા તો જે તે જિલ્લામાંથી પસાર થાય ત્યારે આ યાત્રામાં કોઈપણને જોડાવવા માટે જણાવાયું છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img