ટંકારા તાલુકાના હડમતિયા ” ગામના હેલ્થ એન્ડ વેલનેશ સેન્ટર” ના MPHW ઈસ્માઈલભાઈ કડીવાર છેલ્લા સાડા ત્રણ વર્ષથી નાત-જાતના ભેદ વિના કોરોના કાળમાં મુસ્લિમ બિરાદરે રેપીડ ટેસ્ટ અને મચ્છરથી થતા રોગો વિશે અનેક જાણકારીઓ આપી છે, પછી તે આયુષ્યમાન ભારત કાર્ડ વિશે ગ્રામજનોને તેમજ અન્યોને પણ માહિતગાર કર્યા છે. ટી.બી. ના દર્દીઓના ઘેર અને આજુબાજુના કારખાના વિસ્તારોમાં શ્રમિકોને જઈને દવાઓ અને રાશનકીટ પહોંચાડી છે. ડેન્ગ્યુ વિશે પણ જાણકારી આપી છે.
વાડી વિસ્તારમાં ખેડુતોના ખેતરે શ્રમિકોની મુલાકાતો અને જરુર પડ્યે ફોન કરવા પણ જણાવેલ છે. આવા માનવતાના મસિહા બની હડમતિયા ગામના હેલ્થ એન્ડ વેલનેશ સેન્ટર” માં નોકરી કરી ચુકેલા હોવાથી બદલી થતાં આરોગ્યનો સ્ટાફ CHO તઝમીનબેન ગઢવાળા, FHW જુવેરીયાબેન ખોરજીયા તથા હડમતિયા હેલ્થ એન્ડ વેલનેશ સેન્ટરના સંજીવની સમિતિના સદસ્ય રમેશભાઈ ખાખરીયા ભાવવિભોર બની ગયા હતા
મોરબીના તળાવીયા શનાળા ગામે આવેલ તળાવના પાણીમાં ડૂબી જતાં યુવકનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલ મોરબીના ઉંચી માંડલ ગામ નજીક આવેલ સાઈન સિરામિક કારખાનામાં રહેતા જીતેનભાઇ સુરસિહ ડાવર ઉ.વ ૩૦ વાળો કોઇ પણ કારણોસર મોરબીના તળાવીયા શનાળા ગામે આવેલ તળાવના પાણીમા પડી ડુબી જતા...
મોરબીના જેતપર રોડ પર પીપળી ગામની સીમમાં શિવપાર્ક સોસાયટી-૦૨ માં રહેણાંક મકાનમાં વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ વિદેશી દારૂની ૪૪ બોટલ કિં રૂ. ૪૯,૪૦૦ ના મુદ્દામાલ સાથે એક મહિલાને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડેલ છે.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન મૂળ જામનગર જિલ્લાના લતીપર ગામના...
વાંકાનેર ભાયાતી જાંબુડીયા ગામના પાટીયા પાસે આવેલ શક્તિરાજ હોટલના ગ્રાઉન્ડમાંથી ટ્રક ટ્રેલરમાં માટીની આડમાં છુપાવેલ ઇંગ્લીશ દારૂની બોટલો નંગ- ૮૧૬ કિ.રૂ. ૮,૯૭,૬૦૦ /- તથા અન્ય મુદામાલ મળી કુલ કિ.રૂ ૨૯,૩૪,૨૦૪ /- ના મુદામાલ સાથે બે આરોપીને મોરબી ક્રાઇમ બ્રાંચે ઝડપી પાડયા છે.
મોરબી એલસીબી તથા પેરોલ ફર્લો સ્કવોડને ખાનગીરાહે બાતમી...