હળવદ: હળવદ તાલુકાના ચુંપણી ગામની સીમમાં વાડીમાં જુગાર રમતા પાંચ આરોપીને રોકડા રૂપીયા-૭૧,૨૦૦/- ના મુદામાલ સાથે મોરબી લોકલ ક્રાઈમ બ્રાંચે ઝડપી પાડયા છે જ્યારે અન્ય બે ઈસમો સ્થળ પરથી નાશી છુટતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.
પોલીસ અધિક્ષક મોરબી જીલ્લા મોરબીનાઓએ મોરબી જીલ્લામાં ગેરકાયેદસર રીતે ચાલતી પ્રોહિ.જુગારની પ્રવૃતિ અંકુશ લાવવા ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. મોરબીનાઓને સુચના આપતા તેઓના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એલ.સી.બી. મોરબી તથા એલ.સી.બી. મોરબીનો સ્ટાફ ઉપરોકત કામગીરી માટે પ્રયત્નશિલ હતા.
તે દરમ્યાન એલ.સી.બી. મોરબી પોલીસને બાતમી મળેલ કે, રોહીતભાઇ ચંદુભાઇ પટેલ રહે. ચુપણી ખેતરડી ગામ જવના રસ્તે આથમણી તરીકે ઓળખાતી વાડીમાં તા.હળવદ જી.મોરબી વાળો પોતાના કબજા ભોગવટા વાળી વાડીમાં બહારથી માણસો બોલાવી ગેરકાયદેસર રીતે ગંજીપતા વડે પૈસાની હારજીતનો તીન પતીનો રોન પોલીસનો જુગાર રમી રમાડી સાધન સગવડ પુરીપાડી તેની અવજેમાં પોતાના અંગત ફાયદા સારૂ નાલ ઉઘરાવી જુગારનો અખાડો ચલાવે છે જે બાતમીના આધારે ચુપણી ગામની સીમમાં આવેલ વાડીમાં રેઇડ કરતા કુલ-૭ ઇસમો જુગાર રમતા હોય જેઓની પાસેથી રોકડ રૂ.૭૧,૨૦૦/- ના મુદામાલ સાથે મળી આવતા આરોપીઓ વિરૂધ્ધ જુગાર ધારા કલમ હેઠળ હળવદ પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરાવેલ છે.
પકડાયેલ આરોપીઓ રોહીતભાઇ ચંદુભાઇ કાલરીયા રહે. ચુપણી તા.હળવદ જી.મોરબી, અશોકભાઇ ગોરધનભાઇ જગોદણા રહે. નવી પીપળી તા.જી.મોરબી, ધર્મેન્દ્રભાઇ જેરામભાઇ બાવરવા રહે. મોરબી વાવડી રોડ, કુબેર નગર, હરસુખભાઇ ગાંડુભાઇ જેઠલોજા રહે. નવી પીપળી તા.જી.મોરબી, દિપકભાઇ ધનસુખભાઇ કાવર રહે. નવી પીપળી તા.જી.મોરબી વાળને પોલીસે ઝડપી પાડયા છે જ્યારે આરોપી દિનેશભાઇ બાલજીભાઇ જગોદા રહે. નવીપીપળી તા.જી.મોરબી, પરેશભાઇ ઉર્ફે પલ્લો મહાદેવભાઇ ઝાલરીયા રહે. મોરબી વાવડી રોડ, વાળા સ્થળ પરથી નાશી છુટતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.
માં આધશક્તિની આરાધનાના મહાપર્વ સમાન નવરાત્રી નજીક આવતા નવરાત્રી નિમિત્તે કચ્છમાં બિરાજમાન આશાપુરા માતાજી ના દર્શન કરવાનું અનેરું મહત્વ હોય જેથી લોકો દુર દુરથી સેંકડો લોકો પગપાળા ચાલીને માતાજીના દરબારમાં શીશ ઝુકાવા જાય છે ત્યારે પદયાત્રી સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
આ કેમ્પ 12/09/2025 થી ઉમા રિસોર્ટ ની બાજુમાં,જુના...
મોરબીમાં મહેન્દ્રપરા થી પંચાસર રોડનો વિકાસ ડબલ પટ્ટીમાં પુર્ણ કરેલ છે જે સારી વાત છે. આ રોડ ઉપર અનેક સોસાયટીઓ આવેલ છે. પરંતુ આ રોડ ત્યાં વચ્ચે લાઇટો નથી તેથી અંધાર પટ છે અને સી.સી.ટી.વી. કેમેરા નથી જેથી સલામતી સુવિધાઓ માટે રોડ પર સી.સી.ટી.વી. કેમેરા અને લાઈટો નાખવા સામાજિક...
મોરબી તાલુકાના માનસર ગામે આવેલ શ્રી માનસર પ્રાથમિક શાળામાં જ્ઞાન સહાયક શિક્ષકની ખાલી જગ્યા ભરવા મોરબી જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને લેખીત રજુઆત કરી માનસર ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા માંગ કરવામાં આવી છે.
રજુઆતમાં જણાવ્યું હતું કે મોરબી તાલુકાના માનસર ગામે આવેલ શ્રી માનસર પ્રાથમિક શાળામાં તારીખ- ૦૧/૦૩/ ૨૦૨૫ થી ધોરણ ૧...