હળવદ : હળવદ તાલુકાના દિઘડીયા ગામે વાડી વિસ્તારમાં રહેતી સગીરાએ કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ લેતા તેનું મૃત્યુ નીપજ્યું હતું.
હળવદ તાલુકાના દિઘડિયા ગામે વાડી વિસ્તારમાં રહેતા કાજીબેન કરશનભાઇ નંદેસરીયા (ઉં.વ. 17) નામની સગીરાએ પોતાના ઘરે કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા પરિવારમાં અરેરાટી વ્યાપી જવા પામી છે. આ ઘટના અંગે હળવદ પોલીસે નોંધ કરીને સગીરાના આપઘાતનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે.
