હળવદ શહેરના સામાજિક કાર્યકર અને મોરબી જિલ્લા યુવા ભાજપના મહામંત્રી તપનભાઈ દવેના જન્મદિવસની અનોખી ઉજવણી કરવામાં આવી હતી.
જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે સૌપ્રથમ સવારે ગૌશાળામાં ગૌમાતા અને અબોલજીવો માટે નીરણ નાખવામાં આવ્યું હતું. આ સિવાય હળવદ શહેરમાં નિઃશુલ્ક હૃદયરોગ નિદાન કેમ્પનું આયોજન રજોધરજી હાઇસ્કુલ કરવામાં આવ્યું હતું. આ કેમ્પનો 115 દર્દીઓએ લાભ લીધો હતો. જે અંતર્ગત દર્દીઓને કર્ડિયોગ્રામ, ડાયાબિટીસ તેમજ બ્લડપ્રશર જેવી તપાસ વિનામૂલ્યે કરી આપવામાં આવી હતી. આ દરમિયાન માલણીયાદના નિવાસી એક દર્દી તપાસ માટે આવતા તેઓને તે સમયે હૃદયરોગનો હુમલો ચાલુ હોવાનું નિદાન થતાં તાત્કાલિક વધુ સારવાર અર્થે મોરબી ખસેડવામાં આવેલ. આ સિવાયમાં કેમ્પમાં લાભ લીધેલ દર્દીઓમાંથી 50 કરતા વધુ દર્દીઓને આગળની સારવારનું માર્ગદર્શન આપવામાં આવેલ.
આ સિવાય નવજીવન વિકલાંગ સેવાશ્રમ ખાતે દિવ્યાંગ બાળકો સાથે જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ગુજરાત સરકારના મંત્રી બ્રિજેશભાઈ મેરજા ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને હ્રદય ની તપાસ ના કાર્યક્રમ માં મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથારીયા, દિપકદાસજી મહારાજ, બિપીનભાઈ દવે, રણછોડભાઈ દલવાડી, રમેશભાઈ પટેલ, ડો. સી. ટી. પટેલ, મામલતદાર નાનજીભાઈ ભાટી, જિલ્લા પંચાયત પ્રમુખ ચંદુભાઈ શિહોરા, જીગ્નેશભાઈ કૈલા, રજનીભાઇ સંઘણી, અજયભાઇ રાવલ , ભાવેશભાઈ ઠક્કર ઉર્વશીબેન પંડ્યા,ડો. બી. ટી. માલમપરા, ડો. ભાવિનભાઈ ભટ્ટી,રાજભા રાણા, રમેશભાઈ ભગત,હીતેનભાઈ ઠક્કર, સહિત સરકારી હોસ્પિટલ ના તમામ તબીબો સંગઠનના કાર્યકરો અને હોદ્દેદારો સહિત હળવદ ના ફ્રેન્ડસ યુવા ગ્રુપ સહિત વિવિધ સામાજિક અને રાજકીય ધાર્મિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
તપનભાઈના જન્મદિવસની આ પ્રેરણાદાયી ઉજવણીને સફળ બનાવવા માટે તપનભાઈએ તેઓના મિત્રવર્તુળ, પત્રકારમિત્રો તેમજ વિવિધ સામાજિક સંગઠનોના હોદ્દેદારો તેમજ આયુષ હોસ્પિટલ ડોકટરોની ટીમનો અને આ કેમ્પ ને સફળ બનાવનાર તમામ નો આભાર વ્યક્ત કર્યો હતો.
વાયરલ એન્કેફેલાયટીસ વાયરસ (ચાંદીપુરા વાયરસ) ન ફેલાય તે માટે આરોગ્ય વિભાગ દ્વારા લોકોને સાવચેતી રાખવા માટે માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે.
સૌ પ્રથમ મગજ નો તાવ ના લક્ષણો સાથે ચાંદીપુરા વાયરસ ૧૯૬૫ ના વર્ષમાં મહારાષ્ટ્ર ના ચાંદીપુરા ગામમાંથી મળી આવેલ. જો તેની તાત્કાલિક સારવાર ન કરવામાં આવે તો તે ગંભીર...
અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ-વાંકાનેર દ્વારા તાલુકા કારોબારી બેઠકનું આયોજન કરવામાં આવ્યું બેઠકની શરૂવાત સૌ પ્રથમ ભારતીય સંસ્કૃતિ મુજબ સરસ્વતી વંદના કરીને કરવામાં આવી, ત્યારબાદ કારોબારી બેઠકમાં ઉપસ્થિત મોરબી જિલ્લાના અધ્યક્ષ, સિનિયર ઉપાધ્યક્ષ ઉપસ્થિત રહ્યા તેમનું તાલુકાના અધ્યક્ષ અશોકભાઈ સતાસિયા દ્વારા દરેક કાર્યકર્તાનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું.
બેઠકમાં સંગઠનનો વ્યાપ...