ફ્રેન્ડ્સ યુવા ગ્રુપ દ્વારા હળવદના ઇતિહાસમાં પ્રથમ વખત કિન્નરો દ્વારા ચકલી ઘર નું વિતરણ
ફ્રેન્ડ્સ યુવા સેવા ગ્રુપ હળવદ દ્વારા હળવદ શહેર ની અંદર અલગ અલગ સામાજિક પ્રવૃત્તિઓ કરવામાં આવે છે ત્યારે ૨૦ માર્ચ વિશ્વ ચકલી દિવસ નિમીતે 1250 ચકલી ઘર 1050 પાણીના કુંડા નું વિતરણ કરવામાં આવ્યું હતું પરંતુ લોકોને વધુ માંગને ધ્યાને લઈ ફરી એક વખત આજે 1500 નંગ ચકલી ઘર તેમજ 1200 પાણીના કુંડા નું વિતરણ કરવામાં આવ્યું
આ કાર્યક્રમ મા હળવદમાં પ્રથમ વખત તેમજ કહી શકાય કે ગુજરાત મા ઇતિહાસની આ પ્રથમ એવી ઘટના હશે જ કે કિન્નરોના હસ્તે ચકલી ઘર તેમજ પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવ્યું કિન્નરોને સમાજમાં લોકો જે દૃષ્ટિથી જુએ છે તે જોવાનો દ્રષ્ટિકોણ બદલાય તેમ જ કિન્નરો પ્રત્યેની લોકોને નજર બદલાય તેવા હેતુથી આ કાર્યક્રમમાં ખાસ હળવદમાં આઠથી વધુ વર્ષોથી રહેતા કિન્નરોને બોલાવીને તેમના વરદ હસ્તે લોકોને ચકલી ઘર તેમજ પાણીના કુંડા આપવામાં આવ્યા
રવી પરીખ હળવદ
મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન તથા મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરી થયેલ કુલ -03 મોટરસાયકલ ના મુદામાલ સાથે એક આરોપીને મોરબી સીટી એ-ડીવીજન પોલીસે ઝડપી પાડયો છે.
મોરબી શહેરમાં બનતા મિલ્કત સંબંધી બનાવો અટકાવવા તેમજ શોધી કાઢવા સૂચના આપેલ હોય તે મુજબ સર્વેલન્સ સ્કડનો સ્ટાફ મોરબી...
રસીકરણ એટલે સુરક્ષા કવચ, કોઈપણ રોગ કે બીમારીને મૂળમાંથી નાબૂદ કરવા તેમજ રોગ થાય પહેલા જ તેનું નિવારણ એટલે રસીકરણ. સરકાર દ્વારા રસીકરણને વિશેષ મહત્વ આપવામાં આવે છે અને તે બાબતે લોકોને જાગૃત કરવા માટે પણ રસીકરણ અભિયાન જેવા વિવિધ પ્રયાસો કરવામાં આવે છે. મોરબી જિલ્લામાં પણ જિલ્લા વહીવટી...