હળવદ તાલુકામાં નર્મદાનું પીવાનું પાણી મળી રહે તે માટે પાણી પુરવઠા બોર્ડ દ્વારા હળવદ થી પાઇપલાઇન મારફત ગામડાઓમાં ગ્રામ પંચાયત પાણી પહોંચાડવામાં આવે છે પરંતુ હળવદ તાલુકા ૧૫ જેટલા ગામોમાં ઘણા વર્ષોથી નર્મદાનું પાણી નથી મળતા ગામલોકોને બોરનું ક્ષાર યુક્ત પાણી પીવા માટે મજબૂર થવું પડે છે ત્યારે પાણી પુરવઠા બોર્ડ દ્વારા ગામ લોકોને નર્મદાનું પાણી પહોંચાડી તે ગામ લોકોની માંગ ઉઠવા પામી છે
હળવદ તાલુકામાં પીવાના પાણીની સમસ્યા દર વર્ષે ઉનાળામાં સતાવતી હોય છે હળવદ શહેરમાં પણ પીવાના પાણીનો કાળો કકળાટ જૉવા મળી રહ્યો છે ત્યારે છેવાડાના વિસ્તારોમાં પણ પીવાનુ પાણી નહી મળતુ હોવાની રાવ ઉઠવા પામી છે ત્યારે હળવદ તાલુકાના ગામોમાં નમૅદા નુ પીવાનું પાણી મળી રહે તે માટે ટીકર રોડ ઉપર પાણી પુરવઠા વોટર સપ્લાય દ્વારા પીવાના પાણીની પાઈપલાઈન મારફત ગામડાના લોકોને પીવાનું પાણી શુદ્ધ મળી રહે તે માટે ગ્રામ પંચાયતના આપવામાં આવતું હોય છે ત્યારે હળવદ તાલુકાના ૧૫જેટલા ગામોમાં ઘણા વર્ષોથીનર્મદાનું પાણી નહીં મળતા ગામલોકોને બોરનું ક્ષાર યુક્ત પાણી પીવા માટે મજબૂર થવું પડે છે આ અંગે રાણેકપર ગામના રાજુભાઈ ઉડેચા . ચુપણી ગામના હરેશભાઈ મકવાણા જણાવ્યું હતું કે અમો ઘણા વર્ષોથી ગ્રામ પંચાયતનો બોરનું પાણી પીવે છે જેના કારણે અમારે ગામમાં પથરીઅને ચામડીના રોગ ની બીમારી થી ગામલોકો સપડાય છે ત્યારે પાણી પુરવઠા દ્વારા સત્વરે નર્મદાનું પાણી મળે રહે તેવી વ્યવસ્થા કરે તેવી ગામ લોકોની માંગ ઉઠવા પામી છે
કયા ગામમાં નમૅદા નુ પાણી નથી મળતું
ચંદ્રગઢ, બુટવડા,રણમલપુર મંગળપુર,ઘણાદ,ધુળકોટ,ડુંગરપુર,માણેકવાડા,રાતાભેર,ચુંપણી,વાકીયા,રાયધ્રા માથક,સુદરીભવાની,સરભંડાસહિતના ૧૫ જેટલા ગામોમાં નર્મદાનું પીવાનું પાણી નથી મળતું
મોરબી જીલ્લાના માળીયા તાલુકાના વવણીયા ગામ ખાતે તારીખ:- ૧૦/૦૭/૨૦૨૫ ને ગુરુવારે ના રોજ અલ્હાઝ સૈયદી સરકાર પીરો મૂર્શીદ પીર ખલીલ અહમદ કાદરીઉલ જિલ્લાની કલંદરી શાબરી નિઝામી અશરફી 7-SARAKAR-7 (ર.અ.) નો ઉર્ષ મુબારક ઉજવાશે
આ ઉર્ષ મુબારક માં તારીખ:-૧૦/૦૭/૨૦૨૫ ને ગુરૂવાર ના રોજ સવારે ૯:૦૦ કલાકે વવણીયા ગામ ખાતે શાનદાર જુલસ...
ભાજપના આગેવાન અને કોંગ્રેસના ચાલું તાલુકા સદસ્ય આમ આદમી પાર્ટીમાં જોડાયા
આમ આદમી પાર્ટી દ્વારા સદસ્યતા અભિયાન અંતર્ગત મોરબી જિલ્લા ના વાંકાનેર વિધાનસભા રૂપાવટી ગામે પ્રદેશ પ્રમુખ ઈસુદાનભાઈ ગઢવી ની આગેવાની હેઠળ એક સભા નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કોળી સમાજ અગ્રણી અને ભાજપ ના આગેવાન રણછોડભાઈ થુલેટિયા અને...