મંગલમ વિદ્યાલય ખાતે એક બ્લોકમાં એક વિદ્યાર્થીની માટે ૧૨ લોકોનો સ્ટાફ ખડેપગે
જેમ બાણેજ માં ચૂંટણીમાં એક જ વ્યક્તિ માટે મતદાન મથક એવું ઉભું કરવામાં આવે છે. તેવી જ રીતે હળવદ એસએસસી બોર્ડની પરીક્ષામાં પરીક્ષા કેન્દ્ર મંગલમ વિદ્યાલય ખાતે એક જ બ્લોક એક વિદ્યાર્થીની પરીક્ષા લેવાઇ હતી.
તાજેતરમાં એસએસસી બોર્ડ અને એચએસસી બોડૅની પરીક્ષા ચાલી રહી છે.ત્યારે હળવદ ખાતે આવેલ મંગલમ વિદ્યાલયમાં એસ.એસ.સી પરીક્ષા કેન્દ્રમાં માત્ર એક જ બ્લોક એક જ વિદ્યાર્થીની બોર્ડની પરીક્ષા લેવામાં આવી હતી. મંગલમ વિદ્યાલયમાં આજે ધોરણ 10ની પરીક્ષા ઇંગ્લીશ મીડીયમનું ગુજરાતી વિષયનું પેપર હતું જેમાં એક જ બ્લોકમાં એક વિદ્યાર્થીની એ શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા આપી હતી. અને વહીવટી તંત્ર ધ્વારા એક વિદ્યાર્થીની માટે ૧૨ કર્મચારીઓનો સ્ટાફ ખડે પગે રહ્યો હતો. વધુમા પોલીસ તંત્ર દ્વારા પણ ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.
તેમ મંગલમ્ વિધાલયના સ્થળ સંચાલક એચ.એમ.પટેલે જણાવ્યું હતું.
હળવદ તાલુકાના રાયસંગપર ગામે રહેતા યુવકને પિતાએ કામ ધંધા બાબતે ઠપકો આપતાં મનમાં લાગી આવતા ગળેફાંસો ખાઈ જતાં યુવકનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના રાયસંગપર ગામે રહેતા અજયભાઈ માનસંગભાઈ સોઢા (ઉ.વ.૩૪) નામનો યુવક કોઈ કામ ધંધો કરતો ન હોય જેથી તેના પિતાએ તેને કામ ધંધો કરવાનું કહેલ...