હળવદ શહેર માં આવેલ રાજોધરજી હાઈસ્કૂલ ખાતે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો
ગુજરાત સરકાર ના આ નવતર અભિગમ થકી અનેક લાભાર્થીઓ ને એક જ જગ્યા એ વિવિધ યોજના ના લાભ માટે જરૂર છે તેવા દાખલાઓ એક જ સ્થળ પર મળી રહ્યા છે અને વિવિધ અરજી નો નિકાલ પણ સ્થળ પર કરવામાં આવે છે ત્યારે 8મા તબક્કા નો “સેવાસેતુ” કાર્યક્રમ સવારે ૯:૦૦ થી સાંજ ના ૫:૦૦ વાગ્યા સુધી યોજાયો હતો.
મોટી સંખ્યામાં લાભાર્થીઓ એ આ કાર્યક્રમ નો લાભ લીધો હતો ,જેમાં ઈનચાજૅ પ્રાતં તથા હળવદ મામલતદાર, નગરપાલિકા પ્રમુખ ઉપપ્રમુખ , તથા નગરપાલિકા ના સર્વે સદસ્યશ્રીઓ હાજર રહ્યા હતા.
રવી પરીખ હળવદ
મોરબીના રવાપર ઘુનડા રોડ પર ઉજવલ ફાર્મ પાસે જય દ્વારકાધીશ હાઇટસ સામે રોડ પરથી વિદેશી દારૂની છ બોટલ સાથે એક ઈસમને મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયો છે.
મળતી માહિતી મુજબ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન મોરબીના રવાપર ઘુનડા રોડ પર ઉજવલ ફાર્મ પાસે...