Thursday, May 15, 2025

હળવદ સરકારી હોસ્પિટલમાં તાલુકા કક્ષાનો આરોગ્ય મેળાનું આયોજન કરાયું

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

જીલ્લા આરોગ્ય અધિકારી માર્ગ દર્શન હેઠળ આયોજન કરવામાં આવ્યું

દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા હાલ આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત વિવિધ કાર્યક્રમો તેમજ સરકારશ્રીની વિવિધ યોજનાઓનો લાભ લોકોને મળે છે ત્યારે હળવદ સરકારી આરોગ્ય કેન્દ્રમાં(હોસ્પિટલ ખાતે) તાલુકા કક્ષાનો આરોગ્ય મેળાનું આયોજન કર્યુ જેમાં વિવિધ રોગોના
નિષ્ણાત ડોક્ટરોશ્રીઓ દ્વારા સ્થળ પર લેબોરેટરી નિદાન તેમજ સારવાર નિ:શુલ્ક કરવામાં આવી રહી છે ત્યારે તાલુકાના ગ્રામ્ય અને શહેરી વિસ્તારો માંથી વિવિધ રોગોના લાભાર્થીઓને વિવિધ વિભાગના ડોક્ટર સારવાર આપેલ તેમજ નિ:શુલ્ક આયુષ્માન કાર્ડ કેમ્પ પણ સાથે યોજાયેલ.
સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે બ્લોક હેલ્થ મેળાનું આયોજન સરકાર ના આદેશ મુજબ કરવામાં આવ્યું જેમાં વિવિધ દર્દો ની સારવાર એક જ સ્થળે કરવામાં આવી. આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટય કરી કાર્યક્રમ ખુલ્લો મુકાયો હતો.
આ પ્રસંગે તાલુકા હેલ્થ વિભાગ દ્વારા આયુષ્યમાન ભારત કાર્ડ માટે જાગૃતિ લાવા પ્રયાસ કરવામાં આવ્યો હતો સાથે સાથે વિવિધ સારવાર હેતુ સર્વ રોગ નિદાન કેમ્પ માં મોટી સંખ્યામાં લાભાર્થીઓને લાભ લીધો હતો અને રક્તદાન શિબિર નું પણ આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસગે મોરબી જિલ્લા ભાજપ મહામંત્રી રણછોડભાઈ દલવાડી,એન.એસ.ભાટી મામલતદાર,જી.બી.ચોધરી તાલુકા વિકાસ અધિકારી, નગરપાલિકા પ્રમુખ રમેશભાઇ પટેલ, રજનીભાઇ સંઘાણી, બ્લોક હેલ્થ ઓફીસર ભાવિન ભટ્ટી તપનભાઈ દવે. તથા અધિકારી અને ડોક્ટર ઉપસ્થિતિ રહ્યા હતા, કાર્યક્રમને સફળ બનાવવા આરોગ્ય કર્મચારી તથા સ્ટાફે જહેમત ઉઠાવી હતી.

રિપોર્ટ -રવી પરીખ હળવદ

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર