અહો આશ્ચર્યમ- વાંકાનેરના ભ્રષ્ટાચારના કારણે મોરબી તાલુકાના એક હજાર શિક્ષકોના પગાર અટક્યા
જિલ્લામાંથી પહેલી તારીખે ડ્રાફ તાલુકામાં આવી ગયો છતાં આજદિન સુધી શિક્ષકો પગારથી વંચિત
મોરબી જિલ્લાના મોરબી સિવાયના તમામ તાલુકાના શિક્ષકોના પગાર થઈ ગયા પણ મોરબી તાલુકાના શિક્ષકોના પગાર ન થતા કચવાટ
મોરબી,દર મહિને શિક્ષકોને કોઈને કોઈ સમસ્યાઓના કારણે પગાર માટે ખૂબ રાહ જોવી પડતી હોય છે,ગત મહિને જિલ્લાના એકાઉટન્ટ રજા પર હોય પગાર છેક વીસ તારીખે જમા થયો હતો, આ મહિને મોરબી તાલુકાના એકાઉટન્ટ રજા પર હોય મોરબી તાલુકાનો ચાર્જ વાંકાનેરના તાલુકા એકાઉટન્ટ ઓફિસરને આપેલ છે, વાંકાનેર તાલુકાની શિક્ષણ શાખામાં થયેલ ભ્રષ્ટાચારના કારણે ઈન્ચાર્જ એકાઉન્ટ ઓફિસર પગાર બિલ મંજુર કરવામાં વાર લગાડી રહ્યા હોય શિક્ષકો પ્રવાસમાં હોય પોતાના વતનમાં હોય એટીએમથી પગાર ખાતામાંથી ખર્ચ કરતા હોય ખાતામાં પગાર જમા થયેલ ન હોય શિક્ષકો મુશ્કેલીમાં મુકાયા છે દર મહિને કોઈને કોઈ અધિકારીઓ રજા પર જતાં હોય પગારનો મામલો પેચીદો બની ગયો હોય,શિક્ષકોનો દર મહિને પગાર મોડો થાય છે,આ વખતે મોરબી તાલુકાના એકાઉન્ટન્ટ રજા પર જતાં ચાર્જ વાંકાનેર તાલુકાના એકાઉન્ટન્ટને આપેલ છે તાલુકા પંચાયતમાં તપાસ કરતા જાણવા મળ્યું કે ઈન્ચાર્જ એકાઉન્ટ ઓફિસર વાંકાનેર શિક્ષણ શાખામાં થયેલા ભ્રષ્ટાચાર માટેની તપાસ કમિટીના સભ્ય હોય દૂધના દાઝેલા છાસ પણ ફૂંકીને પીએ એમ મોરબી તાલુકાના પગાર બિલો તમામ આચાર્યો દ્વારા સરકારના SAS પોર્ટલના માધ્યમથી બનાવેલ છે,બિલો બિલકુલ વ્યવસ્થિત નિયમ મુજબ અને પારદર્શક છે છતાં ઈન્ચાર્જ એકાઉટન્ટ ઓફિસર પગાર બિલ મંજુર કરવામાં ખુબજ ચિકાશ કરતા હોય સમયસર પગાર બિલ ચેક ન થતાં એક હજાર જેટલા શિક્ષકોને પગાર માટે હજુ સુધી ન થતા પાડાના વાંકે પખાલીને ડામ જેવી સ્થિતિ સર્જાઈ છે.
