આંદરણા ગામેધારેશ્વર મહાદેવના મંદિરમાં ભવ્ય “મહારુદ્ર યજ્ઞ” નું આયોજન
મોરબીમાં આજથી તારીખ 6 મે સુધી આંદરણા ગામેધારેશ્વર મહાદેવના મંદિરમાં ભવ્ય “મહારુદ્ર યજ્ઞ” નું આયોજન કરવામાં આવ્યું છે જેમાં પંચ દિવસિય શિવ આરાધના સાથે મહારુદ્ર યજ્ઞ તેમજ મહાપ્રસાદનો કાર્યક્રમ યોજાશે. જ્યાં આજે વિક્રમ સંવત 2078 વૈશાખ સુદ બીજના સવારે 08:30 કલાકથી શરૂઆત થઈ હતી.
રાજકોટ સાંસદ મોહનભાઈ કુંડારીયાના પરીવાર દ્વારા આયોજિત ધારેશ્વર મહાદેવ મંદીરે પંચદિવસીય શિવ આરાધના કથા અને મહારૂદ્ર યજ્ઞનો પ્રારંભ આજ તા.૨ને સોમવાર સવારે ૮:૩૦ કલાકે શરુ થઇ તા.૬ને શુક્રવાર બપોરે ૨:૩૦ કલાકે પૂર્ણ થશે.આ યજ્ઞના દર્શન તથા પ્રસાદનો લાભ લેવા લોકોને આમંત્રણ આપવામાં આવ્યું છે.તા.૬ના રોજ સવારે ૮:૩૦ કલાક થી સાંજના ૬:૦૦ કલાક સુધી મહારુદ્ર યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે.તા.૨ થી ૬ના દરરોજ બપોરે ૧૨ કલાકે અને મહાપ્રસાદ તા.૫ના રોજ સાંજે ૬ કલાકે પ્રસાદ ધારેશ્વર મહાદેવ મંદીર,મું.આંદરણા ખાતે રાખવામાં આવ્યો છે.