પંજાબ વિજય થવાની ખુશીમાં મોરબી જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા તિરંગા યાત્રા નું આયોજન કરવામા આવ્યું છે.
તેમા દિલ્હી ના ધારાસભ્ય શ્રી નરેશભાઈ યાદવ તેમજ ગુજરાત પ્રદેશ યુવા પ્રમુખશ્રી પ્રવીણભાઈ રામ તેમજ ગુજરાત પ્રદેશ સંગઠન મંત્રી અજીતભાઈ લોખીલ તેમજ મોરબી જિલ્લા પ્રભારી શિવાજીભાઈ ડાંગર તેમજ જિલ્લા ટીમ ના તમામ પદાધીકારી યો દ્વારા તિરંગા યાત્રા નું આયોજન કરેલ છે. જેમા મોરબી જિલ્લાની જનતા ને આ તીરંગા યાત્રામાં જોડાવા જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યુ છે
યાત્રા રૂટ – ભક્તિનગર સર્કલ, ઉમીયા સર્કલ, રવાપર ચોકડી, બાપા સીતારામ ચોક, નવા બસસ્ટેન્ડ, ગાંધી ચોક, વિજય ટોકીઝ, વિસીફાટક રહેશે તેવું મોરબી જિલ્લા આમ આદમી પાર્ટી પ્રમુખ વસંતભાઈ ગોરીયા દ્વારા જણાવવામાં આવ્યુ છે
ગોંડલ: શહેરની જૂની બજારમાં આવેલી એક દુકાન ખાલી કરાવવા બાબતે ચાલી રહેલી અદાવતમાં ગત રાત્રિના રોજ એક વેપારી પર જીવલેણ હુમલો થયો હોવાની ઘટના સામે આવી છે. ગોંડલના ભોજરાજપરા વિસ્તારમાં રહેતા અને વેપાર કરતા ૩૮ વર્ષીય ગૌરવભાઈ ભરતભાઈ જોશીએ આ મામલે બીટુભા જાડેજા સહિત ચાર શખ્સો વિરુદ્ધ ગોંડલ સીટી...
રાજકોટ: ગૌ-આધારિત ઉદ્યોગો, વિજ્ઞાન અને ટેકનોલોજીને પ્રોત્સાહન આપી 'આત્મનિર્ભર ભારત'ના સ્વપ્નને સાકાર કરવાના હેતુથી ગ્લોબલ કોન્ફેડરેશન ઓફ કાઉ બેઝ્ડ ઈન્ડસ્ટ્રીઝ (GCCI) દ્વારા આગામી 20 થી 23 માર્ચ 2026 દરમિયાન મહારાષ્ટ્રના પુના ખાતે 'ગૌ ટેક 2026' નામના આંતરરાષ્ટ્રીય શિખર સંમેલન અને પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. પુનાના એગ્રીકલ્ચર કોલેજ ગ્રાઉન્ડ...
રાજયના કુલ 14 શહેરો 35થી 38 ડિગ્રી વચ્ચે ધગ્યા : સવારમાં પણ ગરમીનો અહેસાસચક્રવાત દૈનિકસૌરાષ્ટ્ર-ગુજરાતમાં હવે ઉનાળાએ કલર દેખાડયો છે અને ગઈકાલે માર્ચના પ્રારંભે જ રાજકોટ 39.2 ડીગ્રી સાથે રાજયનું સૌથી ગરમ શહેર રહેવા પામ્યું હતું. ઉપરાંત રાજયના કુલ 14 શહેરો 35થી 38 ડીગ્રી તાપમાન સાથે ધગ્યા હતા.જયારે, આજે...