ઉમિયા ગરબી મંડળ દ્વારા ધરમપુર ગામે આજે પૃથ્વીવલ્લભ નાટક અને ભીખુડાનું ઘરણેણું કોમિક ભજવાશે
મોરબી: મોરબીના ધરમપુર ગામે આજે ઉમિયા ગરબી મંડળ આયોજિત પૃથ્વીવલ્લભ યાને અવંતીનો ઈન્દ્ર નાટક અને ભીખુડાનું ઘરઘેણું કોમિક ભજવવામાં આવશે.
ઉમિયા ગરબી મંડળ દ્વારા ધરમપુર ગામે નવા પ્લોટ વિસ્તારમાં આવેલા ગરબી ચોક ખાતે આજે તારીખ ૧૯ નવેમ્બર ને શનિવારના રોજ રાત્રે ૯ કલાકે મહાપરાક્રમી અને વિદ્યપ્રેમી રાજા મુંજની ગાથા દર્શાવતું પૃથ્વીવલ્લભ યાને અવંતીનો ઈન્દ્ર નાટક અને પેટ પકડીને હસાવતુ ભીખુડાનું ઘરઘેણું કોમિક નાટક ભજવવામાં આવશે. તો આ નાટક અને કોમિક નિહાળવા ધર્મપ્રેમી જનતાને જાહેર આમંત્રણ પાઠવવામાં આવેલ છે.