આગામી વિધાનસભાની ચૂંટણીઓમાં રેકોર્ડ બ્રેક બેઠકો જીતવા ભાજપે કમર કસી છે અને એ માટેની રણનીતિના ભાગરૂપે બૂથ મેનેજમેન્ટ મજબૂત બનાવવાની યોજના અંતર્ગત
મોરબીના પૂર્વ ધારાસભ્ય કાંતિભાઇ અમૃતિયા ને 93-ઉના વિધાનસભાની જવાબદારી સોંપાઈ છે, એ અન્વયે તારીખ 02-06-2022 ના રોજ દેવાધિદેવ ભગવાન સોમનાથ દાદાના દર્શન કરીને કાંતિભાઇ અમૃતિયાના તા. 03, 04 તથા 05 જૂન એમ ત્રણ દિવસના પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું છે.
ઉના શહેર, ઉના તાલુકો તથા ગીર ગઢડા તાલુકા મંડલના હોદ્દેદારો સાથે ત્રણેય મંડલની કારોબારી બેઠકો ગુજરાત તથા કેન્દ્ર સરકારની વિવિધ યોજનાના કામોની મુલાકાત, વિવિધ મોરચા સેલની બેઠકો, નગરપાલિકા, તા. પંચા. જિ. પંચા. સદસ્યશ્રીઓ સાથે બેઠકો, આસપાસના ધાર્મિક સ્થળોના દર્શન ઉપરાંત અન્ય ભરચક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે.
ગીર ગઢડા અને ઉના તાલુકા પંચાયતો ઉપરાંત ઉના નગરપાલિકામાં ભાજપનું શાસન છે આ વિસ્તારમાં આવતી તમામ જિલ્લા પંચાયત બેઠકો ભાજપ હસ્તકની છે. 2019 ની લોકસભામાં ભારતીય જનતા પક્ષના ઉમેદવારને આ વિસ્તારમાંથી 28383 મતની સરસાઇ પ્રાપ્ત થઈ હતી. આગામી વિધાનસભાની ચૂંટણીમાં પણ આ જ સરસાઈ જળવાઈ રહે અને ઉનામાં ભાજપનો વિજય વાવટો ફરકાય તે માટે કાંતિભાઈ અમૃતિયા પક્ષની યોજના પ્રમાણે પોતાની આગવી ઢબથી કાર્યરત છે.
