એરપોર્ટ માટે મંજુર થયેલ જગ્યાનું નિરીક્ષણ કરવા એરપોર્ટ ઓથોરિટીની ટીમ રાજપર પહોંચી
મોરબીમાં રાજાશાહી વખતમાં જયા જુનુ એરોડ્રામ હતું તે રાજપર ગામ નજીક નવું એરપોર્ટ બનાવાની હિલચાલ શરૂ કરવામાં આવી હોય દિલ્હી થી ૬ અધીકારીઓ ની ટીમ એરપોર્ટનું સર્વે કરવા મોરબી આવી પોંહચી હતી.
મોરબી શહેર ઔધોગિક વિકાસ પામી રહ્યું હોવાથી અહીંથી મોટી સંખ્યામાં વેપારી મુંબઈ અને દિલ્હી તેમજ વિદેશ પ્રવાસે જતા હોય છે અને આ માટે તેઓએ અમદાવાદ સુધી લાંબા થવું પડતું હોવાથી અનેકવાર મોરબીના રાજપર ખાતે એરપોર્ટ શરુ કરવા માંગણી કરી રહ્યા હતા આ માગણીનો કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા સ્વીકાર કરવામાં આવ્યો હતો અને તેના માટે મંજુરી આપી દેવાઈ હતી તેમજ મોરબીના રાજપર ખાતે આવેલ રાજશાહી સમયના એરોડ્રામ ખાતેની જગ્યા ફાળવી હતી. હાલ અહીં બાઉન્ડરી વોલની કામગીરી ચાલી રહી છે ત્યારે આ બની રહેલ એરપોર્ટની કામગીરીનું નિરીક્ષણ માટે દિલ્હી થી એરપોર્ટ એથોરિટીની 6 સભ્યોની ટીમ આવી પહોંચી હતી અને એરપોર્ટ આસપાસ ચાલી રહેલ કામનું નિરીક્ષણ કર્યું હતું આ ઉપરાંત એરપોર્ટ આસપાસની તળાવની જમીન તેમજ એરપોર્ટ માટે મંજુર થયેલા જગ્યાનું નિરીક્ષણ કર્યું હતું અને આ વિસ્તારમાં હવામાન અંગેની માહિતી પણ મેળવી હતી તેમજ એરપોર્ટ નિર્માણ અંગે પણ માહિતી પણ મેળવી હતી આ ઉપરાંત મોરબી માર્ગ મકાન વિભાગના અધિકારીઓ સાથે પણ ચર્ચા કરી હતી.