માળીયા નેશનલ હાઇવે પર પંચવટી ગામના પાટિયા પાસે શનિવારે મોડી સાંજે રાજકોટ થી કચ્છ જિલ્લા તરફ જતી એક ઇકો કાર કન્ટેનરન પાછળ ધડાકાભેર અથડાઈ હતી.અકસ્માત બાદ કારમાંઆગ લાગી ગઈ હતી અને ગણતરીની મિનિટમાં આગે મોટું સ્વારૂપ લઇ લેતા કાર બળીને ખાખ થઈ ગઈ હતી. દુર્ઘટના એટલી ગંભીર હતી કેઅકસ્માત બાદ કારમાં ઊંઘી રહેલા મજૂરોને પણ બહાર નીકળવાનો મોકો મળ્યો ન હતો અને બને શ્રમિકો આગમાં બળી ગયા હતા અને તેઓનું કમકમાટી ભર્યું મોત મનીપજ્યું હતું. જ્યારે એક મજૂરને ઇજા પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.બનાવ અંગે ઇકો ચાલક વિરુદ્ધ માળીયા પોલીસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી હતી.
બનાવની માળિયા પોલીસ મથકે થી મળતી માહિતી મુજબ મૂળ ઉતરપ્રદેશના આગ્રા જિલ્લાના સરેન્ધી ગામના વતની અને રાજકોટ કાલાવડ રોડ ઉપર એવરેસ્ટ પાર્કમાં રહેતા અતુલભાઇ જગદીશભાઇ શર્મા તેમજશ્રમિક સંતોષભાઇ રામેન્દ્રસીંગ પરમાર, તથા દિવાકરભાઇ સોરણસીંગ ચૌહાણ જીજે -03- એલબી-4380 નંબરની ઇકો કારમાં બેસી રાજકોટથી કચ્છ જિલ્લામાં મજુરી કામ માટે જતા હતા તે દરમિયાન ત્યારે માળીયા નજીક આવેલ પંચવટી ગામના પાટીયા પાસે આવેલ રેલ્વે ઓવરબ્રીજ પર ઇકો કારના ચાલક ગોપાલ મગનભાઈ રામાનુજ નામના ઇકો કારના ચાલકે પોતાના હવાલા વાળી કાર કન્ટેનર પાછળ અથડાવી હતી. કારનો અકસ્માત થયાની ગણતરીની મિનિટમાં આગ ભભૂકી ઉઠી હતી. આ અકસ્માતની કરુણતા તો એ હતી કે અકસ્માત સર્જાયો તે સમયે શ્રમિક સંતોષભાઇ રામેન્દ્રસીંગ પરમાર, તથા દિવાકરભાઇ સોરણસીંગ ચૌહાણ ઇકોમાં થાકને કારણે ઊંઘી રહ્યા હોય ઊંઘમાંથી જાગીને ગાડીની બહાર નીકળે તે પૂર્વે જ આગે વિકરાળ રૂપ ધારણ કરી લેતા બન્ને કારમાં જ ગંભીર રીતે દાઝી ગયા હતા અને તેઓના કમકમાટી ભર્યા મોત નિપજ્યા હતા.
મોરબી અમદાવાદ, સુરત, રાજકોટ, અને રાજસ્થાનની ચાર યુવતી સહિત 11 ઝડપાયા
ગીર નેચરલ ફાર્મમાં ચાલતી પાર્ટી પર દરોડો પોલીસને બાતમી મળી હતી કે, અંબાળા ગામની સીમમાં આવેલા ગીર નેચરલ ફાર્મમાં કેટલાક પુરુષો અને મહિલાઓ દારૂની મહેફિલ માણી રહ્યા છે. આ માહિતી મળતા જ પોલીસે તાત્કાલિક સ્થળ પર પહોંચી રેડ કરી...
મોરબી તાલુકાના રફાળેશ્વર ખોડિયાર માતાજીનાં મંદિર સામે સર્વીસ રોડ પરથી વિદેશી દારૂની છ બોટલ સાથે એક ઈસમને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયો છે.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન મોરબી તાલુકાના રફાળેશ્વર ખોડિયાર માતાજીનાં મંદિર સામે સર્વીસ રોડ પરથી વિદેશી દારૂની બોટલ નંગ -૦૬ કિં...