મોરબી તાલુકા પોલીસે ખાનપર ગામે ચાલતા જુગાર ઉપર દરોડો પાડી 9 શકુનીઓની રૂ. 64 હજારની રોકડ મળી કુલ રૂ. 1.24 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે. જ્યારે બે શખ્સ નાસી છુટતા તેને શોધવાની કવાયત હાથ ધરી છે.
જ્યારે કિશોરભાઇ રૂગ્નાથભાઇ જીવાણી રહે. હાલ-મોરબી, મુળ રહે. ખાનપર તથા ઇભુભાઇ ગુલાબભાઇ ચૌહાણ રહે. નેસડા, તા.ટંકારા નાસી જવામાં સફળ રહ્યા હતા.પોલીસે સ્થળ પરથી રૂ. 64000 રોકડ તથા 4 બાઈક કિંમત રૂ. 60000 મળી કુલ રૂ. 124000નો મુદ્દામાલ કબ્જે કરી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબી જીલ્લામાં આરોગ્યને લગતી તમામ સુવિધાઓ ઉપલબ્ધ ન હોવાથી દર્દીઓને રીપોર્ટ કરાવવા માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે જેવુ પડે જે સામાન્ય વર્ગના લોકો માટે થોડું મુશ્કેલ છે જેથી આરોગ્યને લગતી તમામ સુવિધાઓ મોરબી જીલ્લામા ઉપલબ્ધ કરાવવા માટે જીલ્લા પંચાયતના ઉપપ્રમુખ હિરાલાલ જે. ટમરીયા દ્વારા આરોગ્ય મંત્રી રૂષીકેશભાઈ પટેલ તથા...