Sunday, May 19, 2024

ખેડૂતોને વિજળી દિવસે આપવા ભારતીય કિસાન સંઘ મોરબી દ્વારા મુખ્યમંત્રીને રજૂઆત કરી 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_img

મોરબી: રાજ્યમાં હાલ શિયાળામાં હાડ થીજવતી ઠંડી પડી રહી છે ત્યારે ખેડૂતોને રાત્રે પાણી વાળવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે ખેડૂતોને વિજળી દિવસે આપવા ભારતીય કિસાન સંઘ મોરબી દ્વારા મુખ્યમંત્રીને લેખિત રજુઆત કરી માંગ કરી છે.

હાલના સમયમાં ખુબ ઠંડી હોવાના કારણે ખેડુતોને રાતના સમયે પાણી વાળવા જતા ખુબ મુશ્કેલી થાય છે. જેમા રાત્રીના સમય દરમિયાન પાણી વાળતા ખેડુતનુ મુત્યુ થયેલ હોય તેવું પણ જાણવા મળે છે. જેથી ટંકારા તાલુકાના ધારાસભ્ય દ્વારા પણ બે દિવસ આ બાબતે રજુઆત થયેલ છે પરંતુ તે બાબત પણ અમારી દ્રષ્ટિએ ગેરસમજ ઉભી થાય તેવી છે. અમારા ખ્યાલમાં આવ્યું તે મુજબ ધારાસભ્યએ એવી માંગણી કરેલ છે કે દિવસની પાળીમાં પુર્ણ રિતે દિવસના વિજળી મળે અને રાત્રીની પાળીમા પુર્ણ રાત્રીની વિજળી મળે જે રજુઆત અયોગ્ય છે રાત્રીએ વિજળી મળવાનો હવે પ્રશ્નજ નથી સરકરાએ ખેડુતોને દિવસે વિજળી આપવા બાબત બાંહેધરી આપેલી છે.

કોરોના પછી સેવા સેતુ કાર્યક્રમ અંતર્ગત સૌરભભાઇ પટેલ ત્યારે મોરબીમાં પધારેલા ત્યારે તેઓએ મોરબી કિસાન સંઘને ખાતરી આપેલી હતી કે આવતા ૩ વર્ષની અંદર ખેડુતોને સંપુર્ણ દિવસના વિજળી મળે તેવી વ્યવસ્થા ઉભી થય જશે તો હવે તે મુજબ હવે ૩ વર્ષનો સમય પણ થય ગયો છે. ખેડુતોને સંપુર્ણ વિજળી દિવસે આપવામાં આવે તેવી માંગ ભારતીય કિસાન સંઘ મોરબી દ્વારા કરવામાં આવી છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર