ગૃહિણીઓ પર વધુ એક મોંઘવારીનો માર ઝીંકવામાં આવ્યો રાંધણગેસના ભાવમાં વધારો ઝીંકાયો
આજથી જ દેશમાં નવો ભાવવધારો અમલી કરવામાં આવ્યો છે.LPG સિલિન્ડરના ભાવમાં 50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.14.2 કિલોના સિલિન્ડરની કિંમત 50 રૂપિયા વધી ગઈ છે. હવે રાંધણ ગેસનો નવો ભાવ 999.50 રૂપિયા થયો છે. જ્યારે કોમર્શિયલ ગેસ સિલિન્ડર હવે 2364.50 રૂપિયામાં મળશે.
ઘર વપરાસના રાંધણગેસની કિંમતમાં ફરી એક વાર વધારો કરવામાં આવ્યો છે. આજે ઘરેલુ એલપીજી સિલિન્ડરની કિંમતમાં 50 રૂપિયાનો વધારો થયો છે. ગૃહિણીઓ પર વધુ એક મોંઘવારીનો માર ઝીંકવામાં આવ્યો છે.
નોંધનીય છે કે થોડા દિવસ પહેલા પણ LPG સિલિન્ડરની કિંમતમાં વધારો કરાયો હતો, ત્યારે હવે આજથી ફરી ઘરેલુ LPG સિલિન્ડરની કિંમતમાં ભાવમાં વધારો ઝીંકાયો છે