મોરબીમાં સમસ્ત ગૌ ભક્તો દ્વારા ગૌ માતાને આધ્યાત્મિક અને વૈજ્ઞાનીક રૂપે સમજવાનો અવસરરૂપે ગૌ-વિજ્ઞાન કથાનું આયોજન કરવામાં આવ્યું છે.
આગામી તા.૨૩ને શનિવારના રોજ રાત્રે ૯ કલાકે સરદાર બાગની સામે ઓમ શાંતિ સ્કૂલની બાજુમાં ગૌ-વિજ્ઞાન કથા યોજાશે. જેમાં મુખ્ય વક્તા તરીકે કુલપતિ, ગવ્યસિદ્ધાચાર્ય પંચગવ્ય વિદ્યાપીઠ, કાંચીપુરમ્ તામિલનાડુથી ડો.નિરંજનભાઈ વર્મા ઉપસ્થિત રહી ગૌ માતા વિશે સમજાવશે. આ કાર્યક્રમમાં સહયોગી સંસ્થામાં કર્તવ્ય જીવદયા કેન્દ્ર, યંદુનનંદન ગૌ સેવા ટ્રસ્ટ, ક્રાંતિકારી સેના, માતૃભૂમિ વંદના ટ્રસ્ટ, મોરબી પાંજરાપોળ, ગૌ પ્રેમી મિત્ર મંડળ અણીયારી, ભારત વિકાસ પરિષદ, પરીશ્રમ ઔષધી વન મોરબી સહિતના ટ્રસ્ટ તથા ગ્રુપો જોડાશે. વધુ માહિતી માટે મો.9429245295 પર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું હતું.
મોરબીના સંસ્કાર ઇમેજિંગ સેન્ટર ખાતે દશ દિવસ અને ચાર દિવસની રિટ્રીટ એમ 14 દિવસીય SSY શિબિરમાં જોડાવા માટે આહવાન કરાયું
મોરબી: આજના યુગમાં માણસ ભાગ, દોડ, આધિ, વ્યાધિ, ઉપાદી તનાવમાં જીવે છે, જેના કારણે લોકોમાં અનિદ્રા, ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, કબજીયાત, માઈગ્રેન વગેરે રોગીથી ગ્રસ્ત છે, માનવ જીવન અનેક સમસ્યાઓથી ત્રસ્ત,...