મોરબીમાં રિવરફ્રન્ટ કેનાલ રોડ ડેવલોપમેન્ટ,સોલાર પ્લાન્ટ, સહિતના ૧૦૦ કરોડનાં કામો હાથ ધરવાની લોલીપોપ 🍭?
મોરબીને પેરિસ બનાવવાની વર્ષોની વાતો સામે વારંવાર ઉભરાતી ગટરો વરસાદી પાણીના ભરાવો ટ્રાફિક સમસ્યા બિસ્માર રોડ રસ્તા સહિત અનેક પાયાની સુવિધાઓ કહી શકાય તેનો યોગ્ય કોઈ ઉકેલ આવ્યો ન હોય ત્યારે નવા રૂપિયા ૧૦૦ કરોડના ખર્ચે કામ થશે તેવી વાતો પર મોરબીવાસીઓ ને કેટલો ભરોસો બેસશે ?

મોરબી: વિધાનસભાની ચૂંટણીના ભણકારા વાગી રહ્યા છે ત્યારે મોરબી નગરપાલિકાના પદાધિકારીઓ અને અધિકારીઓ આળસ ખંખેરી મોરબીના વિકાસ માટે વિવિધ પ્રોજેક્ટો રજૂ કરી આશરે રૂપિયા ૧૦૦ કરોડનાં કામોને સિદ્ધાંતિક મંજૂરી માટે સરકાર માં મોકલ્યાછે જોકે આ મોરબી નગરપાલિકા મોરબીવાસીયોને મુળભુત સુવિધાઓ આપવામાં વામણી પુરવાર થઇ છે ત્યારે આ પ્રોજેક્ટ પર લોકોને કેટલો ભરોસો બેસે તેવો પ્રશ્ન ઊભો થાય તે સ્વાભાવિક છે
તાજેતરમાં મોરબી પાલિકાના અધિકારી પદાધિકારીઓના પ્રશ્નો તેમજ પ્રજાના પ્રશ્નોના નિરાકરણ માટે એક સંકલન સમિતિની બેઠક યોજાઇ હતી જેમાં વિવિધ કામોના પ્રોજેક્ટના પ્રેઝન્ટેશન કરવામાં આવ્યું હતું

મોરબી નગરપાલિકા મોરબીવાસીઓ ના મૂળભૂત અધિકારો પૂરા પાડવામાં હંમેશા વામણી પુરવાર થઇ છે હાલમાં પણ કેટલાક વિસ્તારોમાં પીવાના પાણીની મોકાણ છે તો ભૂગર્ભ ગટરના ઢાંકણા ઓ વારે ઘડીએ તૂટવા રાત્રિના સમય લાઈટો બંધ અને દિવસ ના અજવાળા કરતી હોય લાખો રૂપિયાના ખર્ચે બનેલા રોડ-રસ્તાઓ હાડપિંજર માં ફેરવાતા સમય લાગતો નથી નવા બનાવેલા રોડ રસ્તા ઉપર થીંગડા મારી કામ ચલાવાય છે જ્યારે ચોમાસામાં નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાવવાનો હજુ સુધી કોઈ કાયમી ઉકેલ નગરપાલિક શોધી શકી નથી હાલમાં પણ ઘણા વિસ્તારમાં ઉભરાતી ગટરોના પાણી ની સમસ્યાઓ ઉકેલાય નથી મોરબીવાસીઓ ની જે રોજ ની સમસ્યાઓ છે તે પાલિકા હલ કરી શકતી નથી પરંતુ નવા પ્રોજેક્ટ રજૂ કરી પ્રજાને જરૂર લોલીપોપ આપવામાં આવી રહી હોય તેવું લાગી રહ્યું છે પણ આળસ ખંખેરી નવા પ્રોજેક્ટ શરૂ કરવાનું આહલાદક વાતાવરણ ઉભુ કરી મોરબી વાસીઓને હેપ્પી હેપ્પી રાખવા પ્રયાસો શરૂ કરી દીધા છે
મળેલી સંકલન સમિતિમાં રાજ્ય મંત્રી બ્રિજેશ મેરજા, નગરપાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારી ચેરમેન, સભ્યો, ચીફ ઓફિસર, ડે.કલેકટર ડીએમ ઝાલા, રિજિયોનલ કમિશનર સહિતના અધિકારીઓ કર્મચારીઓ ઉપસ્થિત રહી મહત્વના પ્રોજેક્ટ ની ચર્ચા કરી હતી જેમાં મચ્છુ નદી ઉપર મહાપ્રભુજીની બેઠક અને સામે મચ્છુ માતાજીના મંદિરની સાઈડ પર રૂપિયા ૨૫ કરોડના ખર્ચે બનનાર રિવરફ્રન્ટનું પ્રેઝન્ટેશન રજૂ કરી સિદ્ધાંતિક મંજૂરી માટે મોકલ્યા છે જ્યારે પંચાસર ચોકડી થી બજરંગ સર્કલ સુધીના પાંચ કિ.મી.ના કેનાલ રોડ ને બંધ કરી ત્યાં પાર્કિંગ વ્યવસ્થા સાથે સાથે બગીચો મ્યુઝિકલ ફાઉન્ડેશન સહિતના ૨૭ કરોડના ખર્ચે બનનાર આ પ્રોજેક્ટ ને પણ છે તાંત્રિક મંજુરી માટે મોકલ્યા છે આ ઉપરાંત ત્યાં રોડની બન્ને સાઈડ ઉપર સાયકલ ટ્રેકનું કામ શરૂ કરાશે તેમ જ મહત્વનો નગરપાલિકાનો ચાર મેગાવોટ સૌર ઊર્જા પ્લાન્ટ પંચાસર રોડ પર આવેલ નંદી ઘર ની બાજુ મા૪૦હજાર ચો.મી જમીન પર બનશે ૨૯ કરોડોના ખર્ચે નિર્માણ થવાનો હોય તે પ્લાન્ટ ને પણ સિદ્ધાંતિક મંજૂરી માટે મોકલ્યા છે ટુંકમાં શહેરની કાયાપલટ કરવા માટે સો કરોડના વિકાસ કામોને સિદ્ધાંતિક મંજૂરી માટે મોકલ્યા હોય આવનાર દિવસોમાં મોરબી શહેરની સકલ અને સુરત બદલાશે કે નહીં તે તો આવનારો સમય જ કહેશે
