સરકારી માધ્યમિક શાળા વેગડવાવમાં આચાર્ય રણજીતભાઈ ચાવડા (વર્ગ 2)ના પથદર્શક અને સચોટ માર્ગદર્શન હેઠળ તથા શિક્ષક માધુરીબેન માલવણીયા,કિરીટભાઈ ચૌહાણ, ભાવેશભાઈ ડાંગર, તથા સમગ્ર સ્ટાફની મહેનત અને ટીમ વર્કથી તારીખ 16 એપ્રિલ 2023 ના રોજ યોજાયેલ District Level STEM Quiz 2 (પરીક્ષામાં) વિદ્યાર્થીઓની અથાગ મહેનતના ફળ સ્વરૂપે સમગ્ર હળવદ તાલુકામાં ટોપ-10 માં RMSA સરકારી માધ્યમિક શાળા વેગડવાવ ત્રણ વિદ્યાર્થીઓની પસંદગી થયેલ છે.
ટોપ 10માં એકમાત્ર સરકારી શાળાના ત્રણ વિદ્યાર્થીઓની પસંદગી થતા સરકારી હાઇસ્કુલ વેગડવાવનું ગૌરવ વધારેલ તે બદલ સમગ્ર શાળા પરિવાર સ્ટાફ વતી વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન તેઓ જીવનમાં આવી જ રીતે સતત પ્રગતી કરી શાળા કુટુંબ તેમજ ગામનું નામ રોશન કરે તેવી હૃદયપૂર્વકની શુભેચ્છાઓ સ્કુલ તરફથી આપવામાં આવી હતી.
મોરબી જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ હેઠળ મોરબી, માળીયા ટંકારા,વાંકાનેર અને હળવદ વગેરે પાંચ તાલુકાની 585 શાળાઓમાં 3400 જેટલા શિક્ષકોના પ્રાણ પ્રશ્નો માટે, નેવું હજાર જેટલા વિદ્યાર્થીઓ માટે સતત કાર્યરત, સતત ચિંતન, મનન અને મંથન જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન ચંદ્રિકાબેન નથુભાઈ કડીવાર તેમજ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી એન.એ.મહેતા દ્વારા કરવામાં આવે...
વાંકાનેર તાલુકાના જાલી ગામની સીમમાં વૃદ્ધ ખેડૂત સાથે એક શખ્સે પોતાના UPI નો ઉપયોગ કરી વૃદ્ધ સાથે ઓનલાઇન ફ્રોડ કરી યુવકના બેન્ક એકાઉન્ટમાંથી રૂ. 77728 પડાવ્યા હોવાની વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના જાલી ગામની સીમમાં પલાસડીના માર્ગે રહેતા અને ખેતી કરતા હૈદરઅલી આહમદભાઈ...