આજ રોજ ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ – પ્રાદેશિક કચેરી મોરબી અને શ્રી નવોદય વિધાલય – ઘુંટુ ના સંયુક્ત ઉપક્રમે શ્રી નવોદય વિધાલય ના પટાંગણ માં વૃક્ષારોપણનુ આયોજન કરવામાં આવેલ હતુ. જેમાં વડ, પીપળ, લિમડો, કરંજ, આસોપાલવ અને બોરસલી જેવા આશરે ૨૦૦ જેટલા વૃક્ષો શાળાના વિધાર્થી દ્રારા સામાજીક વનિકરણ કરવામાં આવેલ. આ કાર્યક્રમ માં જીપીસીબી મોરબી ના અધિકારીઓ હાજર રહેલા હતા. તેમજ શાળાના સંચાલક ગણ બીપીનભાઇ કાંજીયા, કિરીટભાઇ સાણજા, પરસોતમભાઇ કૈલા, મહેશભાઇ બોપલિયા, હર્ષિતભાઇ અઘારા, કાંતિલાલ ચાવડા તથા શિક્ષક ગણ તથા હરેશભાઇ બોપલિયા એ ભારે જહેમત ઉઠાવેલી હતી.
ગત વર્ષે નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનની સ્થાપના ના 25 વર્ષ પૂર્ણ થતા સિલ્વર જયુબિલી ની ધમાકેદાર ઉજવણી કરવામાં આવી હતી એમાં ભૂતપૂર્વ સ્ટાફ અને ભૂતપૂર્વક સ્ટુડન્ટસ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સંસ્થાના પ્રમુખ પી.ડી.કાંજીયાને વિચાર આવ્યો કે સમગ્ર નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનના વર્તમાન વાલીઓને પણ આપણે એક સાથે બોલાવીએ...
મોરબી મહાનગરપાલિકાના કમિશ્નર દ્વારા ક્લસ્ટર નં-૦૯ની વિઝીટ કરવામાં આવેલ. જેમાં ક્લસ્ટર નં-૦૯ ના સફાઇ કર્મચારીની હાજરીની ચકાસણી કરવામાં આવેલ.
તદુપરાંત ધુનડા રોડ, સ્ટેટ હાઇવે, ગોકુલનગર તથા ભક્તિનગર પાસે આવેલ GVP પોઈન્ટની વિઝીટ કરવામાં આવેલ તથા લાઈન્સ નગર તેમજ શ્રીજી પાર્ક સોસાયટી ખાતે ડોર ટુ ડોર કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવેલ. જાહેરમાં...