શ્રી રાજપૂત કરણી સેના દ્વારા એકતા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હોય જે એકતા યાત્રા ટંકારા ખાતે પહોંચતા એકતા યાત્રાનું તમામ રાજકીય પાર્ટી તેમજ સામાજિક સંસ્થા દ્વારા સ્વાગત કરાયું હતું

ટંકારા ખાતે કરણી સેનાના પ્રમુખ જે પી જાડેજા અને તેની ટીમનું ભવ્ય સ્વાગત કર્યું હતું કરણી સેના દ્વારા કચ્છનાં ઐતિહાસિક તીર્થ ધામ આશાપુરા માતા મંદિર અને માં કરણીની દિવ્ય જ્યોત સાથે આશાપુરા માતાનાં મઢ કચ્છ થી સોમનાથ સુધી કરણી સેના આયોજિત એકતા યાત્રા અને આયોજકો ને ભાજપ,કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા એકતા યાત્રા માટે શુભેચ્છા પાઠવવામાં આવેલ તેમજ ફૂલ હારથી એક મેક બનીને સ્વાગત કરવામાં આવ્યું હતું
જેમાં તાલુકા વિકાસ અધિકારી હર્ષવર્ધન જાડેજા, ટંકારા તાલુકા ભાજપ પ્રમુખ કિરીટભાઈ અંદરપા મહામંત્રી શ્રી ગણેશભાઈ નમેરા મોરબી APMC ચેરમેન ભવાન ભાગ્યા, પ્રભુભાઈ કામરીયા, દિનેશભાઈ વાધરીયા, કાનાભાઈ ત્રિવેદી, રસિકભાઈ, નિલેશભાઈ પટણી તેમજ ટંકારા સરપંચ શ્રી ગોરધનભાઈ ખોખાણી તથા ભગીરથ સિંહ રૂપસિંહ ઝાલા તેમજ ગ્રામજનો હાજર રહેલ

કોંગ્રેસ પક્ષના આગેવાન ભુપતભાઈ ગોધાણી તેમજ કોંગ્રેસ પક્ષના કાર્યકર્તાઓ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું
આજ રીતે ટંકારા આમ આદમી પાર્ટી ના પ્રમુખ નરોત્તમભાઈ ગોસરા સહિત આમ આદમી પાર્ટીના આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા
