ટંકારા તાલુકાના નાના ખીજડીયા ગામના માલધારી લોકોને બેઠા થાડે પ્લોટ ફાળવણીની સનદનું વિતરણકાર્યક્રમ ટંકારા ITI ખાતે સવારે યોજાયેલ તેમજ વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો
આ કાર્યક્રમનો પ્રારંભ મોરબી જિલ્લાના પ્રભારી મંત્રી દેવાભાઇ પુંજાભાઇ માલમ દ્વારા દિપ પ્રાગટ્ય કરી કરવામાં આવ્યો. મહેમાનોનું શાબ્દિક સ્વાગત ટંકારા તાલુકાના તાલુકા વિકાસ અધિકારી હર્ષવર્ધન જાડેજા એ કર્યું હતું. આ કાર્યક્રમમાં ટંકારા પડધરી વિસ્તારના માજી ધારાસભ્ય બાવનજીભાઇ મેતલીયા, મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયા, કલેકટર જે.બી.પટેલ, જિલ્લા વિકાસ અધિકારી પી.જે.ભગદેવ , પ્રાંત અધિકારી દેવેન્દ્રસિંહ ઝાલા, ટંકારા મામલતદાર શુક્લ ,જિલ્લા પંચાયતના સદસ્ય અશોકભાઈ ચાવડા, માર્કેટીંગ યાર્ડના ચેરમેન ભવાનભાઈ ભાગિયા ,ટંકારા તાલુકા ભાજપ પ્રમુખ કિરીટભાઈ અંદરપા ,જિલ્લા પંચાયત ઉપપ્રમુખ જીગ્નેશભાઈ કૈલા ,અરવિંદભાઈ વાંસદડિયા, મંજુલાબેન દેત્રોજા, પ્રભુભાઈ પનારા, હીરાભાઈ ટમારિયા, તાલુકા પંચાયતના પ્રમુખના પ્રતિનિધિ પ્રભુભાઈ કામરીયા, ટંકારા સરપંચ ગોરધનભાઈ ખોખાણી, માજી સરપંચ કાનાભાઈ વગેરે ઉપસ્થિત રહેલ. માલધારી સમાજના લોકોને સનદનું વિતરણ કર્યું હતું. આ કાર્યક્રમમાં મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું
કાર્યક્રમને સફળ બનાવવા ટંકારા તાલુકા વિકાસ અધિકારી એચ. ડી.જાડેજા અને મદદનીશ તાલુકા વિકાસ અધિકારી ભીમાણીએ ખાસ જહેમત ઉઠાવી હતી, સમગ્ર કાર્યક્રમનું સંચાલન છતર પ્રાથમિક શાળાના આચાર્ય સંઘાણી ભાવેશભાઈ એ કર્યું હતું
હળવદ તાલુકાના સુરવદર ગામે પ્રેમ પ્રકરણમા આધેડની છરી ના ઘા ઝીંકી હત્યા કરનાર ત્રણ આરોપીઓને હળવદ પોલીસે ઝડપી પાડયા છે.
હળવદના સુરવદર ગામે ફરીયાદીનો ભાઈ પ્રેમ પ્રકરણમા આરોપીની બહેનને ભગાડી ગયો હોય જેથી આ બાબતનું આરોપીઓએ મનદુ:ખ રાખી ફરીયાદી કિરણભાઇ કરશનભાઈ ધામેચા પોતાના ઘરે સુતા હોય તે વખતે આરોપીઓ છરી...
મોરબીના સામાકાંઠ વિસ્તારમાં આવેલ મહારાણા સર્કલ પાસે નવા બંધાતા બ્રીજ નીચે વાયર (કેબલ) ચોરી કરનાર બે ઇસમને મોરબી સીટી બી ડીવીઝન પોલીસે ઝડપી પાડી મોરબીમાં થયેલ ચોરીના ગુન્હાનો ભેદ ઉકેલી નવી ચોરી કરે તે પહેલાં પકડી પાડેલ છે.
મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સબ ઇન્સ્પેકટર એન.એ. વસાવા ના સુપરવિઝન હેઠળ...
એક ૬૫ વર્ષના દર્દી જે મોરબીના રહેવાસી છે જેમને પેશાબમાં તકલીફ હતી, જેમને પેશાબ પૂરી રીતે ન ઉતરવો, પેશાબ ધીમેથી ઉતરવો, રાત્રે વાંરવાર પેશાબ કરવા જવું જેવા લક્ષણો હતા. જેથી તેમને હોસ્પિટલ માં બતાવ્યું ત્યાં રીપોર્ટ કરતા જાણવા મળ્યું કે, તેમની પ્રોસ્ટેટની ગ્રંથી મોટી થઇ હોવાનું જાણવા મળ્યું.
જેમાં તેમના...