Wednesday, May 14, 2025

ટંકારા તાલુકા ભાજપના મહામંત્રી ઘેલાભાઈ ફાંગલીયાના ઘરે શક્તિ માતાજીનો નવરંગો માંડવો

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

ટંકારા ભાજપના આગેવાન ઘેલાભાઈ ફાંગલીયાના ટોળ ગામે શક્તિ માતાજી તથા બ્રહ્માજી માતાજીનો ૨૪ કલાકનો નવરંગો માંડવાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જેમાં દરેક ક્ષેત્રના રાજકીય સામાજિક તેમજ સંતો મહંતો વગેરે હાજરી આપશે.

ટંકારા તાલુકાના ટોળ ગામે આગામી તા.૨૧ને ગુરૂવારના રોજ સવારે ૮:૩૦ કલાકે થાંભલી રોપણ, સાંજે ૭ કલાકે મહાપ્રસાદ, રાત્રે ૯ કલાકે રાવળ દેવ દેવજીભાઈ પનારા, હરેશભાઈ પનારા ડાક ડમ્મરની રમઝટ બોલાવશે. તેમજ તા.૨૨ને શુક્રવારના સવારે ૭:૩૦ કલાકે થાંભલી વધાવવાનું સહિતના માંગલિક કાર્યક્રમો યોજાશે. આ તકે ધર્મપ્રેમી જનતાને પધારવા મેપાભાઈ સવાભાઈ, દેવાભાઈ મેપાભાઈ, ઘેલાભાઈ મેપાભાઈ ફાંગલીયા દ્વારા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર