છાંનાખૂણે ચાલતી છાંટાપાણીની સ્પે. જોગવાઈનું ઉત્તમ ઉદાહરણ !
દૂધ કરતાં દારૂ વધુ વેચાતો હોવાના બરાડા પાડનાર બ્રિજેશ મેરજાના ભાષણ સમયે જ દારૂડિયો મોજે ચડ્યો
મોરબી: ચૂંટણી નજીક આવતા જ દેશી દારૂની પોટલીઓ ઉલાળતા દારૂડીયાઓને ઈંગ્લીશ દારૂની બોટલો મળી જતી હોય છે અને પછી દિવસ રાત ઝૂમ બરાબર ઝૂમ હાલતમાં ફરતા હોય છે ત્યારે ટંકારા પડધરી વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવારની જાહેરસભામાં આવો જ એક દારૂડિયો ફૂલ મોજે ચડી ગયો હતો અને નેતાઓના ભાષણ વખતે જ આળસ ખંખેરી ઉભો થતા એક ખેસ પહેરેલા કાર્યકરે આ વિડીયો શૂટિંગ ન થાય તે માટે આડા આવવા પ્રયાસો કર્યા હતા.
વિધાનસભા ચૂંટણીને કારણે લોકોને ભજીયા, ગાંઠીયા સહિતના નાસ્તા ભોજનની જમાવટ થઈ જતી છે અને કેટલીક જગ્યાએ છાંટાપાણીની જોગવાઈઓ પણ છાંનાખૂણે ચાલતી હોય છે ત્યારે ટંકારાના હડમતીયા ગામે યોજાયેલ ભાજપના ઉમેદવાર દુર્લભજીભાઈ દેથરીયાની જાહેરસભામાં મંચ પાસે જ એક દારૂડીયાએ ઝૂમ બરાબર ઝૂમ હાલતમાં ભાન ગુમાવી દઈ બેસવાને બદલે પીધેલી હાલતમાં સૂતા સૂતા ધ્યાનથી ભાષણ સાંભળ્યું હતું અને બ્રિજેશ મેરજાના ભાષણ સમયે અચાનક જ આળસ મરડી થોથવાતી જીભે આ ડીઝલ એન્જીન દારૂડીયાએ બફાટ ચાલુ કર્યો હતો.
વિડિયો શુટીંગ ન થાય તે માટે ભાજપ કાર્યકરના પ્રયાસ !
મજાની વાત તો એ છે કે, આ કમ્પ્લીટ થયેલી ગાડી જ્યાં લાંબી થઈને પડી હતી ત્યાં જ ભાજપના ખેસ ધારણ કરીને બેઠેલા અગ્રણીઓ અને કાર્યકરોએ બેવડાને હટાવવાની કોશિશ પણ કરી ન હતી જો કે આ શરાબીનો વિડીયો ઉતરવાનું શરુ થતા જ ભાજપનો એક કાર્યકર સતત દારૂડિયાનો વિડીયો ન ઉતરે તે માટે કેમરા આડા આવવા માટે સ્માર્ટ પ્રયાસો કરતો હતો પરંતુ અંતે ભાજપની જાહેર સભામાં કમ્પ્લીટ થયેલી ગાડીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ ગયો હતો.
મોરબી-વાંકાનેર નેશનલ હાઇવે ઉપર વધુ એક માર્ગ અકસ્માતમાં શ્રમિક યુવકનું અમદાવાદ સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. જેમાં લખધીરપુર રોડની સામે હાઇવે ઉપર ચાલીને રોડ ક્રોસ કરી રહેલ સીરામીક શ્રમિકને પુરપાટ ઝડપે આવતા અજાણ્યા ડમ્પર વાહને ઠોકરે ચડાવતા, ડમ્પરના તોતિંગ વ્હીલ શ્રમિક યુવકના બન્ને પગ ઉપર ફરી વળ્યાં હતા, અકસ્માત...
મોરબી: બોધિસત્વ ટ્રસ્ટ જામનગર દ્વારા જામનગર દેવ ભૂમિ દ્વારકા અને મોરબી જિલ્લા ખાતે વિવિધ શૈક્ષણિક પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. જેમાં લાઇબ્રેરી, કોમ્પ્યુટર ક્લાસ, મેડિકલ સહાય, સ્પર્ધાત્મક પરીક્ષાના ફ્રી વર્ગો, શૈક્ષણિક સહાય જેવી પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. જેના અનુસંધાને હાલ સંસ્થા દ્વારા મોરબી, જામનગર અને દેવભૂમિ દ્વારકાનાં ધોરણ 10માં અભ્યાસ...