મોરબી: દિવ્યાંગ સેવા સંસ્થા-મોરબી (મંદબુદ્ધિ સેવા આશ્રમ ટ્રસ્ટ) તથા સક્ષમ મોરબી જિલ્લા ટિમ દ્રારા સંચાલિત વોકેશનલ ટ્રેનિંગ સેન્ટર & હોસ્ટેલમાં મનો દિવ્યાંગ, ફિજીકલ ડિસેબલ, દિવ્યાંગો માટે નિઃશુલ્ક સેવા તાલીમની વ્યવસ્થા દાતાઓના સહયોગથી ઉપલબ્ધ થશે.
ટંકારા-પડધરી ધારાસભ્યએ મોરબીમાં દિવ્યાંગ માટે ઉત્થાન અને ઉત્કર્ષના અભિગમને બિરદાવ્યો હતો અને આગામી સમયમાં મોરબીમાં જ દિવ્યાંગોને તેના ક્ષેત્રોમાં આગળ વધવાના પ્રયત્નોમાં તેની સાથે છે તેવું જણાવ્યુ હતુ.
મોરબીમાં પણ આ ક્ષેત્રે પ્રયત્નો થશે તેનો હુંકાર કેળવણીકાર અને શિક્ષણવિદ્ જયંતીભાઈ રાજકોટિયા એ વ્યક્ત કર્યો હતો, સાથે દિવ્યાંગોના પુનર્વસન ઉપર ભાર મુક્યો હતો.
વોકેશનલ ટ્રેનીંગ સેન્ટરમાં- પેપર બેગ, ફેન્સી શોપિંગ પેપ, બેગ,પેપર ડીસ, મીણબત્તી, રૂ ની આડી-ઉભિ દિવેટ, ,કોડીયા ડેકોરેશન, તથા ડિજિટલ લાઈબ્રેરી તેમજ અન્ય પ્રવૃત્તિઓની નિ:શુલ્ક વ્યવસાયિક તાલીમ આપવામાં આવશે ,18 વર્ષથી ઉપરના દિવ્યાંગજનોને નિઃશુલ્ક તાલીમ ભોજન અને હોસ્ટેલ વ્યવસ્થા ઉપલબ્ધ થશે.
હળવદ: વીજળીએ જેટલી સુવિધાજનક છે, તેટલી જ જોખમી પણ સાબિત થઈ શકે છે. આ બાબતને ધ્યાનમાં રાખીને પીજીવીસીએલ (PGVCL) હળવદ વિભાગીય કચેરી દ્વારા એક અત્યંત પ્રભાવશાળી 'સેફ્ટી અને ઉર્જા સંરક્ષણ' સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સુરક્ષાના પાસાઓને માત્ર વાતોથી નહીં, પણ દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમથી ઊંડાણપૂર્વક સમજાવવામાં આવ્યા હતા.
સેફ્ટી...
9 ડિસેમ્બર 2025 ના રોજ 85 વર્ષના વૃદ્ધ દર્દી આયુષ હોસ્પિટલમાં ચાલુ તાણ આંચકી સાથે ઇમરજન્સી વિભાગમાં આવ્યા ત્યાં ડો.સત્યજીતસિંહ જાડેજા સાહેબ દ્વારા ઊંડાણમાં તપાસ કરતા જણાવ્યું કે દર્દી ને પેરાલિસિસ નો હુમલો આવેલો છે, હૃદયનો હુમલો આવેલો છે, ખોપડી ના હાડકામાં ફેક્ચર અને મણકામાં ફેક્ચર હતું, એસ્પિરેસન ન્યૂમોનિયા...