દ્વારકામાં સરકારી જમીનો અને દબાણ દુર કરવા બાબતે સરકારનો મોરબી વિશ્વ હિન્દુ પરિષદે આભાર વ્યક્ત કર્યો
મોરબી: દેવ ભૂમિ બેટ દ્વારકામાં અતિક્રમણ બાબતે ન્યાય ના પક્ષે રહી સરકારી જમીનો તેમજ દબાણ થયેલી પેશકદમી દૂર કરવા બાબતે મોરબી વિશ્વ હિન્દુ પરિષદે ગુજરાતની સંવેદનશીલ સરકારનો આભાર માન્યો.
ઉલ્લેખનીય છે કે ભારત વર્ષમા નહિ પરંતુ સમગ્ર વિશ્વમા જે જગ્યાનું સ્થાન સૌના દિલમાં વસેલું છે એવી ભગવાન શ્રી કૃષ્ણની નગરી દેવ ભૂમિ બેટ દ્વારકાની પવિત્ર ભૂમિમાં ઘણા વર્ષોની માંગ અને ધર્મ ક્ષેત્રે કરવાના કામ અંગે ગૃહ વિભાગ દ્વારા થયેલા અતિક્રમણ જેમકે
૧૦ જેટલા ગેરકાયદેસર મોટા ગોડાઉન, ગૌચરની જમીન ઉપર થયેલ દબાણ, અનેકો ગેરકાયદેસર કોમર્શિયલ બાંધકામ, ગેરકાયદેસર થયેલા રહેણાક માટેના બાંધકામને પાડીને જમીનદોસ્ત કરવામાં આવ્યું તે બદલ સંવેદનશિલ ગુજરાત સરકારને સમગ્ર હિન્દુ સમાજ અને વિશ્વ હિન્દુ પરિષદ મોરબી આનંદ અને આભારની લાગણી વ્યક્ત કરે છે.