માળીયા : મોરબીના પીપળીયા ચાર રસ્તાથી આગળ નાના દહીંસરાના પાટીયા પાસે બાઈક અને છકડો રીક્ષા વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં બગસરા ગામના બાઈકચાલકનું સારવાર દરમિયાન મોત થયું છે.
આ બનાવ અંગે મળતી માહિતી મુજબ પીપળીયા ચાર રસ્તાથી આગળ નાના દહીંસરા ગામના પાટીયા પાસેથી ગતરાત્રે બગસરા ગામના યુવાન ભરતભાઈ નાનુભાઈ વાઘેલા પોતાનું બાઈક (GJ-36-D-1455) લઈને પસાર થઈ રહ્યા હતા ત્યારે તેના બાઈક અને છકડો રીક્ષા (GJ-36-O-6524) વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેથી ઈજાગ્રસ્તોને સારવાર અર્થે મોરબી ખાતે ખસેડવામાં આવ્યા હતા જેમાં સારવાર દરમિયાન બાઈકચાલક ભરતભાઈનું મૃત્યુ નીપજ્યું છે.
મોરબીના મહેન્દ્રનગર ગામે ભૂગર્ભ ગટર નવી નાખવા તથા મહેન્દ્રનગરમા નવો રોડ બનાવતા વરસાદી પાણી સોસાયટીમાં ઘુસી જાય છે જેનો નિકાલ કરવા વગેરે જેવી સમસ્યાઓનુ નિવારણ લાવવા મોરબી જીલ્લા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ જાનકીબેન કૈલાએ મોરબી મ્યુનિસિપલ કમિશ્નરને લેખિત રજૂઆત કરી માંગ કરી છે.
મોરબી જીલ્લા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ જાનકીબેન કૈલાએ મોરબી...
મોરબીની ઈચ્છુક સરકારી તથા ખાનગી કોલેજીસ કે સંસ્થાઓએ ૩૦ મે સુધીમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે
સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા વર્ષ ૨૦૨૫-૨૬માં દરેક જિલ્લામાં ‘જિલ્લા કક્ષા સ્પોર્ટસ કોલેજ’ શરૂ કરવામાં આવનાર છે. જે અંતર્ગત પ્રથમ તબક્કમાં ૫ (ઝોનમાં ૫ ‘જિલ્લા કક્ષા સ્પોર્ટસ કોલેજ’ (DLSC) શરૂ કરવા માટે રસ ધરાવતી...