પાટીદાર વિદ્યાર્થીઓનાં ઉજ્વળ ભવિષ્ય માટે બે પાટીદાર સંસ્થાઓ નું જોડાણ ! યુવાનો ને મળશે નવી દિશા
મોરબીમાં પાટીદાર સમાજના યુવાનો માટે સ્પર્ધાત્મક પરીક્ષાના વર્ગો યોજવા માટે કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળ અને સરદારધામ વચ્ચે એમઓયુ કરાયા
સમગ્ર ગુજરાતમાં પાટીદાર સમાજ હર હંમેશા એક ઉમદા વિચાર થી સમાજને આગળ લાવવાના પ્રયત્ન કરી રહ્યા હોય છે જો કે સમાજ આર્થિક રીતે સુખી સંપન્ન છે તેમાં કોઈ શંકા નથી પરંતુ યુવાનો ને નવી દિશા આપવા આજે પણ નવી વિચારધારા ધરાવે છે .જી..હા.. સરદાર ધામ આયોજીત ગ્લોબર શો માં પાટીદાર સમાજની બે અલગ અલગ સંસ્થા દ્વારા M.O.U કરવામાં આવ્યો જેમાં બને સંસ્થા સમાજના યુવાનો તેમજ સમાજ માટે નવા વિચાર તેમજ ભણતર માટે ખાસ ઉલ્લેખ કરવામાં આવ્યો છે
સરદારધામ દ્વારા આગામી તા.7થી 10 જાન્યુઆરી 2024 દરમિયાન રાજકોટના 150 ફૂટ નવા રિંગ રોડ ઉપર જીપીબીએસનું જાજરમાન આયોજન કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે મોરબીના સ્કાયમોલમાં તેનો પ્રમોશનલ શો યોજવામાં આવ્યો હતો.
જેમાં મોરબી ખાતે સ્પર્ધાત્મક પરીક્ષાના વર્ગો ચાલુ કરવા માટે કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળ અને સરદારધામ વચ્ચે એમોયું પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા આ એમોયુ થી પાટીદાર સમાજના વિદ્યાર્થીઓ ને આવતા દિવસોમાં ઘણો લાભ મળશે તેવું આ બન્ને સંસ્થાઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું.
