પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા દ્વારા ઘડિયા લગ્નની ખુબ સરસ પહેલ કરવામાં આવી છે.
જેમાં પાટીદાર સમાજના યુવક યુવતીઓના ઘડિયા લગ્ન યોજાયા જેમાં જેમાં ચિ.ઉભડીયા હેતલબેન અમરશીભાઇ ના ચિ. સવસાણી સાગર સવજીભાઈ સાથે યોજાયા હતા જેમાં મોરબી ઉમિયા સમૂહ લગ્ન સમિતિના પ્રમુખ મનુભાઈ કૈલા ,ટંકારા તાલુકાના મહિલા મોરચાના પ્રમુખ ભાવનાબેન કૈલા, મોરબી જિલ્લા ભાજપના પૂર્વ મહામંત્રી ભાણજીભાઈ વરસડાના તેમજ મોરબી સિવિલ હોસ્પિટલમાં સેવા આપતા વલ્લભભાઈ અધારા ઉપસ્થિત રહ્યાં હતાં તેમજ નમો ઘડિયાળ આપી નવ યુગલોને આશિર્વાદ આપ્યા હતા
